કપિલ શર્મા બાદ લોકો કોમેડીયન તરીકે ઝાકિર ખાનને વધુ પસંદ કરવા લાગ્યા છે. સ્ટેન્ડ-અપ કોમેડીમાં ઝાકિર ખાન બહુ ફેમસ છે. હાલમાં આ સ્ટેન્ડ-અપ કોમેડીયન ઝાકિર ખાન હૈદરાબાદના લાઈવ શોમાં ભાવુક થયો હતો. સોશિયલ મીડિયામાં ઝાકિર ખાનનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં સામે આવ્યું કે સ્ટેન્ડ-અપ કોમેડીયન ઝાકિર ખાન લાંબો બ્રેક લઈ રહ્યો છે. હૈદરાબાદના લાઈવ શોમાં ઝાકિર ખાને બ્રેક લેવાની જાહેરાત કરી. કોમેડીયનની આ જાહેરાતથી તેના ફેન્સને આંચકો લાગ્યો. 


ઝાકિર ખાન થયો ભાવુક, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં ઝાકિર ખાનનો એક વીડિયો વાયરલ થયો. જેમાં સ્ટેન્ડ અપ કોમેડિયન પોતે બ્રેક લઈ રહ્યો હોવાની જાહેરાત કરી હતી. બ્રેકની જાહેરાત કરતાં ઝાકિર ખાન ખૂબ ભાવુક થયો હતો. લાઈવ શોમાં સ્ટેન્ડ અપ કોમેડીયને કહ્યું કે હું બહુ લાંબો બ્રેક લઉં છું, આ કદાચ 2028-2029 અથવા 2030 સુધી રહી શકે છે. આ બ્રેક દરમિયાન હું મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશ. આ ઉપરાંત અન્ય બાબતોને વધુ વ્યવસ્થિત કરી શકું માટે આ બ્રેક લઈ રહ્યો છું. ઝાકિર ખાને ત્યાં હાજર દર્શકોની ભીડને ઉદેશની કહ્યું કે આજે અહીં હાજર દરેક વ્યક્તિ મારા હૃદયની ખૂબ નજીક છે. તમારી હાજરી મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આટલો પ્રેમ આટલા આપવા બદલ હું હંમેશા તમારો આભારી રહીશ. 

સ્વાસ્થ્ય કારણો સર બ્રેકની ઝાકિર ખાનની જાહેરાત

સ્ટેન્ડ-અપ કોમેડી આજકાલ ઝડપથી લોકપ્રિયતા મેળવી રહી છે. પરંતુ ભારતમાં તેની વધતી જતી લોકપ્રિયતા મોટાભાગે મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી ઝાકિર ખાનને આભારી છે . ઝાકિરના સ્ટેન્ડ-અપ કોમેડી કલાકારો મોટી સંખ્યામાં છે, અને દરેકને તેની શૈલી ગમે છે. તેણે કહ્યું કે 20 જૂન સુધીના બધા શો તે પૂર્ણ કરશે ત્યારબાદ જ બ્રેક લેશે. ઝાકિરે ચાહકોને તેના બાકીના પ્રદર્શનમાં હાજરી આપવા માટે પણ પ્રોત્સાહિત કર્યા. તેણે ઉમેર્યું કે તે આ વખતે મોટા પાયે પ્રવાસ કરશે નહીં. મહત્વનું છે કે અગાઉ પણ ઝાકિર ખાને સ્વાસ્થ્યને લઈને કહ્યું હતું કે વધુ પડતા પ્રવાસથી તેના સ્વાસ્થ્ય પર અસર થાય છે.


આ પણ વાંચો : Mahhi Vij : જય ભાનુશાલી સાથે છૂટાછેડા બાદ, મહિનાની અંદર જ માહીએ લીધો મોટો નિર્ણય!

  • Follow us on: