બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન આજે સમાચારોની હેડલાઈન બન્યો છે. ફિલ્મને લઈને કાર્તિક આર્યનને એક નિર્ણય કર્યો હતો. જેને લઈને ફક્ત ઇન્ડસ્ટ્રીના લોકોનું જ નહીં ફેન્સનું પણ અભિનેતાએ દિલ જીતી લીધું છે. કાર્તિક આર્યનની તાજેતરમાં આવેલ ફિલ્મ "તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી" બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ. નિર્માતાને મોટી ખોટ જતા કાર્તિકે આર્યનને તેમને 15 કરોડ પાછા આપ્યા. અભિનેતા કાર્તિક આર્યનના આ પગલાંની બોલીવુડમાં પ્રશંસા થઈ રહી છે. 


કાર્તિક આર્યનનો મોટો નિર્ણય

કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બની છે ફિલ્મ "તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી". આ ફિલ્મ એવા સમયે આવી જ્યારે બોક્સ ઓફિસ પર રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર'નો જલવો હતો. 'ધુરંધર' ફિલ્મ જોરદાર હિટ થઈ હતી. પરંતુ રણવીર અને અક્ષયની આ ફિલ્મના કારણે કાર્તિકની ફિલ્મને મોટો ફટકો પડયો. કરણ જોહરનું મોટું પ્રોડકશન અને સોશિયલ મીડિયા પર ફિલ્મનો જોરદાર પ્રચાર કર્યો હતો. છતાં કાર્તિકની ફિલ્મ બોક્સ ઓફિસ પર જોઈએ તેવું સારું પ્રદર્શન ના કરી શકી. કાર્તિક અને અનન્યા પાંડેની "તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી" બોક્સઓફિસ પર પિટાઈ ગઈ.

કાર્તિકના નિર્ણયની લોકોએ પ્રશંસા કરી

તુ મેરી મેં તેરા...એક રોમેન્ટીક ફિલ્મ હતી. દર્શકોને અનન્યા પાંડે અને કાર્તિક આર્યનનો રોમાંસ મનોરંજક લાગ્યો નહીં. આ દરમિયાન, કાર્તિક અને કરણ જોહર વચ્ચે અણબનાવના સમાચારનું બજાર ગરમ છે. આ બધા વિવાદ વચ્ચે એક નવું અપડેટ સામે આવ્યું છે.મીડિયા સમાચાર મુજબ કાર્તિકે ફિલ્મની નિષ્ફળતા દરમિયાન ફિલ્મ નિર્માતાઓને ટેકો આપવા માટે તેની ફીનો નોંધપાત્ર ભાગ માફ કરી દીધો છે. નિર્માતાને મોટી ખોટ જતા કાર્તિકે આર્યનને તેમને 15 કરોડ પાછા આપ્યા. કાર્તિકના આ નિર્ણયની ઉદ્યોગના આંતરિક લોકો પ્રશંસા કરી રહ્યા છે અને તેને પરિપક્વ ગણાવી રહ્યા છે.

કાર્તિક આર્યનને લઈને ચર્ચા

જયારે કેટલાક લોકો કાર્તિકના આ નિર્ણય સાથે સમંત નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ લોકોનું કહેવું છે કે ફિલ્મોની સફળતા અને નિષ્ફળતા ફક્ત અભિનેતા પર આધારિત નથી. કલાકારો સફળતાની ઉજવણી કરે છે, ત્યારે દરેક જણ નિષ્ફળતાનો બોજ વહેંચતા નથી. આ લોકોનું માનવું છે કે કાર્તિકનો આ નિર્ણય ખોટો છે. કારણ કે કાર્તિકની પેઢીના બહુ ઓછા કલાકારો આવું કરવાની હિંમત કરશે. તો કેટલાક લોકોનું માનવું છે કે કાર્તિકને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ ચર્ચામાં સત્ય કેટલું છે તે તો આગળના સમયમાં સામે આવશે.


આ પણ વાંચો : Prabhasની ધ રાજા સાબ પર સંકટ? બોક્સ ઓફિસ પર ઓડિયન્સ ન મળતા ફિલ્મ ડાયરેક્ટર ગુસ્સે!

  • Follow us on: