અભિનેતા અર્જુન બિજલાની પર નવા વર્ષના આરંભે જ દુઃખનો પહાડ તૂટી પડ્યો. સસરાના નિધનથી અર્જુન અને તેનો પરિવાર ઘેરા આઘાતમાં છે. અર્જુન બિજલાનીના સસરા રાકેશ ચંદ્ર સ્વામીનું સ્ટ્રોકના કારણે 73 વર્ષની વયે અવસાન થયું. રાકેશ ચંદ્ર સ્વામીને 29 ડિસેમ્બર, 2025 ના રોજ અચાનક તબિયત લથડતા ICU માં દાખલ કરાયા હતા. ડોક્ટરના પ્રયાસ બાદ પણ રાકેશ ચંદ્ર સ્વામીને બચાવી શકાયા નહીં. ટૂંકી સારવારમાં જ અર્જુન બિજલાનીના સસરાનું નિધન થયું. વર્ષના પહેલા દિવસે 1 જાન્યુઆરીના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.


અર્જુનના સસરાને હોસ્પિટલમાં દાખલ કરાયા

સસરાના મૃત્યુ પછી અર્જુન બિજલાણીના પરિવારની હાલત ખરાબ છે. અર્જુન બિજલાની પોતાના પરિવાર સાથે દુબઈમાં ક્રિસમસ વેકેશન મનાવી રહ્યો હતો. ત્યાં અચાનક અર્જુનના સસરા રાકેશ ચંદ્ર સ્વામીની તબિયત ખરાબ થયાના સમાચાર આવ્યા. તુરંત જ અર્જુન પરિવાર સાથે મુંબઈ પરત ફર્યો. પરિવારના એક સભ્યે વધુ માહિતી આપતા જણાવ્યું કે રાકેશ ચંદ્ર સ્વામી સંપૂર્ણપણે સ્વસ્થ હતા. પરંતુ 29 ડિસેમ્બરની રાત્રે જયારે તેઓ ભોજન કરતા હતા ત્યારે અચાનક સ્ટ્રોક આવ્યો હતો. એટલે તાત્કાલિક સારવાર મળે માટે તેમને બેલેવ્યુ હોસ્પિટલમાં લઈ ગયા. 

સસરાના નિધનથી અર્જુન ભાંગી પડ્યો

હોસ્પિટલમાં ડોક્ટરોએ અર્જુનના સસરાની સારવાર કરી. રાકેશ ચંદ્ર સ્વામીને સ્ટ્રોક આવ્યો હોવાથી ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર પર રાખ્યા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાકેશ ચંદ્ર સ્વામીનું નિધન થયું. આ સમાચારથી અર્જુન અને તેની પત્ની નેહા ભાંગી પડ્યા. અમને બધાને વિશ્વાસ નથી કે ખરેખર રાકેશ ચંદ્ર અમારી વચ્ચે નથી.  નેહા અને અર્જુન દુબઈ જતા પહેલા જ તેમને મળવા ગયા હતા. અને થોડા જ દિવસોમાં અર્જુનની આખી દુનિયા બદલાઈ ગઈ. અર્જુન તેમના સસરાની ખૂબ નજીક હતા, કારણ કે તેમના પોતાના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. પિતા સમાન સસરા ગુમાવતા ભાંગી પડ્યો અર્જુન.

1 જાન્યુઆરીના રોજ કરાયા અંતિમ સંસ્કાર

રાકેશ ચંદ્ર સ્વામીના અંતિમ સંસ્કાર ગુરુવાર, 1 જાન્યુઆરી, 2025ના રોજ ઓશિવારા સ્મશાનગૃહ ખાતે કરાયા પરિવારના સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યા હતા. ગુરુવારે અંતિમ સંસ્કાર દરમિયાન અભિનેતા અર્જુન ભાવુક દેખાયા હતા. અર્જુનની પત્ની નેહા સ્વામી પણ પિતાની વિદાયથી ભાંગી પડી હતી. આ ક્ષણનો વીડિયો સામે આવ્યો છે, જેમાં અર્જુન બિજલાણી તેમના પુત્ર અયાનને પકડીને બેઠો જોવા મળે છે. રાકેશ ચંદ્ર સ્વામીના પરિવારમાં તેમની પુત્રી, નેહા સ્વામી અને પુત્ર, નિશંક સ્વામી છે.


આ પણ વાંચો : Dhurandhar : બોક્સ ઓફિસ પર ધુરંધરનો કહેર! 2026ના પહેલા જ દિવસે તોડ્યા 5 મોટા રેકોર્ડ, નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મો પણ પડી ફિક્કી!

  • Follow us on: