ભારતમાં નવા વર્ષનું લોકોએ શાનદાર રીતે સ્વાગત કર્યું. સમગ્ર ભારતમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઠેર ઠેર રોશનીનો ઝગમગાટ જોવા મળ્યો. બોલીવુડ સેલિબ્રિટીએ પણ નવા વર્ષની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં લોકોને સૌથી વધુ ગૌહર ખાનનો વીડિયો પસંદ આવ્યો. સોશિયલ મીડિયામાં અભિનેત્રી ગૌહર ખાનનો ડાન્સ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો છે. ગૌહર ખાને ખાસ અંદાજમાં નવા વર્ષનું સેલિબ્રેશન કર્યું. ફેન્સ આ વીડિયોને લાઈક કરી સુંદર કમેન્ટ પણ કરી રહ્યા છે.
ગૌહર ખાનનું ન્યુ યરનું ખાસ અંદાજમાં સેલિબ્રેશન
અભિનેત્રી ગૌહર ખાનો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, તે સુંદર સૂટ પહેરીને સ્ટેજ પર જાય છે અને પ્રખ્યાત ગીત "ગલ બન ગઈ" ની ધૂન પર ડાન્સ કરે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "સૌથી સુંદર ગૌહર ખાન બાજીનો ડાન્સ!" ગૌહરે "પરિવાર" અને લાલ હૃદયવાળા ઇમોજી સાથે વીડિયો ફરીથી પોસ્ટ કર્યો. આ વીડિયોમાં ગૌહર તેના દીકરા સાથે વાત કરતી હોય છે. અભિનેત્રીએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, "એક માતા તરફથી એક નવી પેઢીના બાળકને સલાહ."
ગૌહર ખાનના ડાન્સથી ફેન્સ આશ્ચર્યચકિત
વીડીયોમાં દેખાય છે કે ગૌહર ખાન સોફા પર બેઠી છે. તેની સામે તેનો પુત્ર છે તેને ઉદેશીને કહે છે "હમ હૈ નયે અંદાજ ક્યૂં હો પુરાના" પર ડાન્સ કરે છે અને પછી તેના દીકરાને ખોળામાં લે છે. અભિનેત્રીએ અગાઉ પણ પોતાના સુંદર ડાન્સનો વીડિયો ફેન્સ સાથે શેર કર્યો હતો. ગૌહરનો ડાન્સ જોઈ ફેન્સ પણ આશ્ચર્યચકિત થયા હતા. અગાઉ, તેના પુત્રને જન્મ આપ્યાના એક મહિના પછી, ગૌહરે કરણ ઔજલાના વાયરલ ગીત "ફૉર અ રીઝન" પર ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો હતો.
અભિનેત્રી ગૌહર 2 સંતાનની માતા
ગૌહર ખાન અને ઝૈદ દરબારે ઇન્સ્ટાગ્રામ પર તેમના બીજા બાળકના જન્મના ખુશખબર શેર કર્યા. બે નાના બચ્ચા સાથે સિંહ અને સિંહણનો એક સુંદર ફોટો શેર કરતા, દંપતીએ લખ્યું, "બિસ્મિલ્લાહ હિર રહેમાન નીર રહીમ. જહાન 1 સપ્ટેમ્બર, 2025 ના રોજ જન્મેલા તેના નાના ભાઈ સાથે પોતાનો આનંદ શેર કરવા માટે ખૂબ જ ખુશ છે." પોસ્ટમાં આગળ લખ્યું હતું, "અમારા સુખી પરિવાર માટે તમારા બધા પ્રેમ અને આશીર્વાદની શુભેચ્છા." અગાઉ, તેમના લગ્ન 2020 માં થયા હતા. ગૌહર અને ઝૈદે 2023 માં તેમના પહેલા પુત્ર, જહાનનું સ્વાગત કર્યું.
આ પણ વાંચો : Dhurandhar ફિલ્મે 1,113 કરોડની કમાણી કરી ઇતિહાસ રચ્યો, છતાં રણવીર સિંહ કેમ ખામોશ...વરિન્દર ચાવલાએ તોડયું મૌન