રીન્યુએબલ એનર્જી સમિટનો આજે બીજો દિવસ છે. જેમાં રીન્યુએબલ એનર્જી સમિટના બીજા દિવસે ગુજરાત સ્ટેટનો સેશન યોજાશે. રીન્યુએબવ એનર્જીમાં ગુજરાતના 100 ગીગાવોટના લક્ષ્ય પર સેશન યોજાશે. તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાત સ્ટેટ સેશન પર સંબોધન કરશે.
ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં રાજ્યના નેતૃત્વ પર ભાર મૂકશે
તેમજ ગુજરાતના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ RE-Invest 2024 સમિટમાં મુખ્ય સંબોધન કરશે. તેઓ ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં રાજ્યના નેતૃત્વ પર ભાર મૂકશે અને પવન અને સૌર ઊર્જા પ્રોજેક્ટના વિસ્તરણ માટે ગુજરાતની વ્યૂહરચનાઓની ચર્ચા કરશે. તેઓ દેશના ઊર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવા માટેના લક્ષ્યોને સમર્થન આપવામાં ગુજરાતની ભૂમિકા પણ દર્શાવશે. આ સત્ર ગુજરાતની નીતિઓ અને સ્વચ્છ ઊર્જામાં રોકાણની તકોની વ્યાપક સમજ પ્રદાન કરે તેવી અપેક્ષા છે. ત્યારબાદ સમગ્ર ભારતમાં નવીનીકરણ ઊર્જાનું ભૌગોલિક વિસ્તરણ અને ઉભરતી તકનીકો જેવા વિષયોને પણ આવરી લેવામાં આવશે. પ્લેનરી સત્ર અને ત્યારબાદ સંસાધન કાર્યક્ષમતા, બાયોએનર્જી અને ક્ષમતા નિર્માણ પર સમાંતર સત્રો પણ યોજાશે. આ ઉપરાંત, એક ઉચ્ચ સ્તરીય CEO રાઉન્ડ ટેબલ અને ઊર્જા ક્ષેત્રે સંક્રમણમાં મહિલાઓની ભૂમિકા પર એક સત્ર યોજાશે.
નવીનીકરણ ઊર્જામાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવશે
ત્રીજા દિવસે યોજાનારા સત્રોમાં 2070 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું ભારતનું લક્ષ્ય અને નવીનીકરણ ઊર્જામાં ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરવામાં આવશે. બાયોએનર્જી, બેટરી એનર્જી સ્ટોરેજ અને હાઈડ્રોપાવર પર પણ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની હાજરીમાં સમાપન સત્ર યોજાશે, જે બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રિભોજન સાથે આ સમિટનું સમાપન થશે. આ કાર્યક્રમમાં નવીનીકરણ ઊર્જા, ઇનોવેટિવ ફાઇનાન્સિંગ, ગ્રીન હાઇડ્રોજન, ભવિષ્યના ઊર્જા વિકલ્પો, ક્ષમતા નિર્માણ અને ઉત્પાદકો, ડેવલપર્સ, રોકાણકારો અને ઇનોવેટર્સના પ્રદર્શન પર કોન્ફરન્સ યોજાશે.
RE-INVEST સમિટ નવીનીકરણ ઊર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવામાં મજબૂત ભૂમિકા ભજવી રહી છે
RE-INVEST સમિટ નવીનીકરણ ઊર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવામાં મજબૂત ભૂમિકા ભજવી રહી છે. આ સમિટની પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી 2015માં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. બીજી સમિટ ઓક્ટોબર 2018માં દિલ્હી NCRમાં અને ત્રીજી નવેમ્બર 2020માં કોવિડ-19ને કારણે વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી. આ વર્ષે પ્રથમ વખત RE-INVEST સમિટ દિલ્હીની બહાર ગુજરાતમાં યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત પુનઃપ્રાપ્ય ઊર્જા પહેલો અને નવીનતામાં અગ્રેસર રાજ્ય તરીકે જાણીતું છે. આ સમિટ ઉદ્યોગના અગ્રણીઓ માટે સહયોગ, આંતરદૃષ્ટિનું આદાનપ્રદાન અને નવીનીકરણ ઊર્જામાં રોકાણની તકો શોધવા માટે મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે.













