બોલીવુડમાં સ્થાન મેળવવું ખૂબ કઠિન છે. કલાકાર, ગાયક કે પછી અભિનેત્રી તેઓ ખૂબ સંઘર્ષ કરી પોતાની ઓળખ બનાવે છે. માચો મેન...તરીકે લોકપ્રિય થયેલા અભિનેતા જોન અબ્રાહમે એક ઇન્ટરવ્યુમાં કારર્કિદીના શરૂઆતના દિવસો યાદ કર્યા. અભિનેતાએ કહ્યું કે બોલીવુડમાં ‘ગોડફાધર’ વગર સ્થાન જમાવવું એ લોઢાના ચણા ચાવવા જેવું છે. આ ઇન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું કે મારા માનવા મુજબ ફિલ્મ ઉદ્યોગમાં કદાચ તેના જેટલી ટીકા અન્ય કોઈ અભિનેતાએ સહન કરી નથી.
જોન અબ્રહામ, આઉટસાઇડર તરીકે બહુ સંઘર્ષ કર્યો
જોન અબ્રહામે કહ્યું મોડલિંગમાં સફળથા મળતા બોલીવુડમાં આવ્યા. જોન અબ્રહામ એવા સમયે આવ્યા જયારે બોલીવુડ સેલિબ્રેટિના સંતાનો ફિલ્મોમાં કારર્કિદી બનાવી રહ્યા હતા. આ એ સમય હતો જ્યારે શાહરૂખ અને અક્ષય એક 'આઉટસાઈડર' ગણાતા હતા. અક્ષય અને શાહરૂખ કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ વગર ઇન્ડસ્ટ્રીમાં કારર્કિદી જમાવવા પ્રયાસમાં હતા. આ જ સમયમાં જોન અબ્રાહમે વર્ષ 2003 માં ફિલ્મ 'જિસ્મ' થી ડેબ્યૂ કર્યું હતું. તે સમયને યાદ કરતા તેણે જણાવ્યું કે 'આઉટસાઈડર' તરીકે માત્ર શાહરૂખ ખાન અને અક્ષય કુમાર ના જ ઉદાહરણો હતા જે સફળ ગણાતા હતા. અક્ષય કુમાર ખિલાડી તરીકે અને શાહરૂખ રાહુલ તરીકે ચોકલેટી બોયની ઇમેજ બનાવી હતી. આ સમયમાં મેં એક આઉટસાઇડર તરીકે બહુ સંઘર્ષ કર્યો.
મોડલિંગ બાદ બોલીવુડમાં કર્યો પ્રવેશ, જોન અબ્રહામ
વધુમાં જહોને કહ્યું કે આ જ સમયમાં એક મોડેલ તરીકે મેં ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો. અનેક વખત તેના લુકના કારણે તેને ટીકાઓનો સામનો કરવો પડયો છે. મેં ક્યારેય મીડિયામાં વધુ સમય વિતાવ્યો નહીં કે પોતાનું ખોટું પ્રમોશન કર્યું નથી. માત્ર પોતાની પ્રામાણિકતા પર ભરોસો રાખ્યો. "મેં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન અને વરુણ ધવન જેવા કલાકારો સાથે કામ કર્યું છે. હું હંમેશા સુમેળમાં કામ કરવામાં માનું છું, સ્પર્ધામાં નહીં. જ્યારે તમે સ્પર્ધાનો ત્યાગ કરો છો, ત્યારે જ ફિલ્મમાં તે સુંદરતા અને કેમેસ્ટ્રી જોવા મળે છે. 'દોસ્તાના' ના દિવસો યાદ કરતા અભિષેક બચ્ચન સાથેના કામના અનુભવને પણ વાગોળ્યો હતો. તે માને છે કે સહ-કલાકારો સાથે સ્પર્ધા કરવાને બદલે તેમને પૂરક બનવું જોઈએ.
જોન અબ્રાહમના આગામી પ્રોજેક્ટ
જોન અબ્રાહમની સફળતાનું રહસ્ય તેની માનસિકતામાં છુપાયેલું છે. જોન અબ્રાહમ હવે તેના કામના મોરચે પણ મોટા ફેરફારો કરવા જઈ રહ્યો છે. "વિલૈંગિરી" પછી તેની નજર હવે કોમેડી ફિલ્મો પર છે.નો સ્મોકિંગ 2, તારિક અને રોહિત શેટ્ટીની ફિલ્મના પ્રોજેક્ટનો હિસ્સો છે. જોન અબ્રહામને ધૂમ ફિલ્મ બાદ વધુ સફળતા મળી. યશ ચોપરાના બેનર હેઠળ બનેલ 'ધૂમ'માં બાઈક ચલાવવાની તેની સ્ટાઈલ તે દિવસોમાં યુવાનોમાં ખૂબ લોકપ્રિય થઈ હતી.
આ પણ વાંચો : Tehran નામથી ટીવી સીરીઝ બનાવનાર Israelના નિર્માતાનો હોટલમાંથી મળ્યો મૃતદેહ, પોલીસ તપાસ શરુ