નિર્માતા ડાના ઇડન સીરીઝના ચોથા સિઝનની શૂટિંગ માટે ગ્રીસમાં આવ્યા હતા.
મોતની ખબરથી ઇઝરાયલ અને ગ્રીકમાં હલચલ
ઇઝરાયલના પ્રખ્યાત નિર્માતા ડાના ઇડન જેઓએ આંતરરાષ્ટ્રીય એમી પુરસ્કાર પણ જીત્યો છે. તેઓના મોતની ખબરે મનોરંજન ક્ષેત્રે આઘાત પહોંચાડ્યો છે. ડાના ઇડને જાસૂસી સીરીઝ તેહરાન બનાવી છે. તેમનો મૃતદેહ હોટેલના રૂમમાંથી મળી આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે, તેમની હત્યા થઇ છે કે પછી તેઓએ આત્મહત્યા કરી છે. તેમના મોતની ગુત્થીએ અનેક સવાલ પેદા કર્યા છે. ઘટના સ્થળેથી અનેક પુરાવા એકત્ર કરાયા છે.
મૃતદેહ પર અનેક નિશાન
ડાના ઇડનના મૃતદેહ પર તપાસ કરાતા અનેક નિશાન જોવા મળ્યા છે. તેમના ગળાની આસપાસ અનેક ઇજાઓ જોવા મળી છે. અને જે હોટેલ રૂમમાં તેઓ રોકાયા હતા ત્યાંથી દવાઓ પણ મળી આવી છે. શારિરીક ઇજાઓ બાદ અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે. પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. ગ્રીક પોલીસે પોતાના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ડાનાના ભાઇને ત્યારે ચિંતા થઇ જ્યારે તેઓએ મેસેજના રિપ્લાય નહોતા કર્યા. ઘણા સંપર્ક કર્યા બાદ પણ પ્રતિક્રિયા સામે આવી ન હતી. બાદમાં તપાસ કરાતા મોતની પુષ્ટી થઇ હતી.
શું છે 'તેહરાન' સીરીઝમાં ?
'તેહરાન' સીરીઝ એક હાઇ-પ્રોફાઇલ જાસૂસી થ્રિલર છે. જે એક મોસાદ એજન્ટની કહાની છે. જે ઇરાનના શાસનમાં ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરે છે. 'તેહરાન' સીરીઝ પોતાની મજબૂત પૃષ્ટીભૂમિના કારણે સમગ્ર વિશ્વમાં પ્રચલિત થઇ હતી. અને ચાહકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. વર્ષ 2021માં તેને આંતરરાષ્ટ્રીય એમી પુરસ્કાર પણ મળ્યો છે. 2023માં ક્રિટિક્સ ચોઇસ અવોર્ડમાં બેસ્ટ ફોરેન લેન્ગવેજ સીરીઝ માટે નોમિનેટ પણ કરાઇ હતી. તેની ત્રીજી સીઝન 9 જાન્યુઆરીના રોજ પ્રસ્તૂત કરાઇ હતી.
આ પણ વાંચોઃ Salim Khan Hospitalised: સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હૉસ્પિટલમાં દાખલ
