યુટ્યુબર અરમાન મલિકે બે વાર લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્ની પાયલ મલિક અને બીજી પત્ની કૃતિકા મલિક છે.  28 માર્ચના રોજ અરમાનની પહેલી પત્ની પાયલ ત્રીજી વખત માતા બની છે અને તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. આ બાળકનું નામ પાયલે રુદ્ર રાખ્યું. જેને લઈને યુટ્યુબર અરમાન મલિકનું ફેમીલી ટ્રોલ થયું. સોશિયલ મીડિયા પર લોકોએ મલિક પરિવાર પર આક્ષેપ કર્યો કે દેખાડો કરવા માટે તેમણે બાળકોના નામ હિન્દુ રાખ્યા છે. યુર્ઝસની આ ટિપ્પણી પર પાયલ ગુસ્સે થઈ અને લોકોને જવાબ આપ્યો.


મલિકની પત્ની પાયલે આપ્યો જવાબ

બાળકોના હિન્દુ નામને લઈને મલિક પરીવારે ભારે ટ્રોલિંગના સામનો કરવો પડી રહ્યો છે. હવે તેના પર પાયલ ગુસ્સે થઈ ગઈ અને પોતાના વ્લોગમાં જવાબ આપ્યો.પાયલે ફક્ત એટલું જ કહ્યું કે તેણીને કોઈને કહેવાની જરૂર નથી કે તેણી તેના બાળકોના નામ શું રાખે છે. યુટ્યુબર-ગાયક અરમાન મલિકે તેના બે લગ્નને લઈને અનેક વખતા ચર્ચામાં રહે છે. યુટુબર મલિક બે પત્ની અને બાળકો સાથે ચંડીગઢમાં રહે છે. પ્રથમ પત્ની પાયલે ત્રીજા બાળકને જન્મ આપતા અને તેનું નામ હિંન્દુ રાખવા પર લોકોના નિશાના પર મલિક પરિવાર આવ્યો.

હિન્દુ દેવતા પર પુત્રનું નામ, યુઝર્સ થયા ગુસ્સે

જયારે મલિક પરિવાર દ્વારા પાયલના ત્રીજા સંતાનને જન્મ આપવા નામને લઈને પોસ્ટ કરવામાં આવી હતી. તેના પર એક યુઝરે પ્રશ્ન કર્યો, "આ લોકોએ દસ્તાવેજોમાં તેમના ચારેય બાળકોને મુસ્લિમ નામ આપ્યા છે. અને હિન્દુઓને ખુશ કરવા માટે, તેમણે તેમના ઘરનું નામ હિન્દુ દેવતાના નામ પર રાખ્યું. ફક્ત ચીકુ જ બચી ગયો કારણ કે તેનો જન્મ તેમના બીજા લગ્ન પહેલા થયો હતો. પાયલે ત્રીજા બાળકનું નામ રુદ્ર રાખ્યુ, જે હિંદુઓના આરાધ્ય દેવ ભગવાન શિવનું એક નામ છે. આમ, હિદુ દેવતા પર પુત્રનું નામ રાખવાથી યુઝર્સ ગુસ્સે થયા.

મલિકના બાળકોના હિન્દુ અને મુસ્લિમ નામ

આનો જવાબ આપતાં પાયલે કહ્યું, "અમે અમારા બાળકો માટે એવા નામ પસંદ કર્યા છે જે અમને ગમે છે. અમારે કોઈને સ્પષ્ટ કરવાની જરૂર નથી કે દસ્તાવેજનું નામ શું છે અથવા ઘરમાં આ નામ શું માટે વપરાય છે. અમે એવા નામ પસંદ કર્યા છે જે અમને ગમે છે. જેમ કે ઝૈદ, અયાન અને તુબા, કૃષ્ણા, કિયારા, પૃથ્વી.તો હિન્દુ કે મુસ્લિમ જેવી કોઈ વસ્તુ નથી. ભગવાને દરેકને એક નાક, બે કાન અને બે આંખો આપી છે. તેમણે દરેકને સમાન બનાવ્યા છે. જ્યારે ભગવાન બધાને સમાન બનાવે છે, તો આપણે કોણ છીએ તેમને વિભાજીત કરનારા. 


આ પણ વાંચો : Tragic End : જેમના માટે લાખો લોકો પાગલ હતા, તેમનો અંત આવો? બોલીવુડના આ સ્ટાર્સના અંતની કહાની તમારા રૂંવાડા ઉભા કરી!

  • Follow us on: