બોલીવુડમાં 90ના દાયકામાં સુપરહિટ ફિલ્મો આપનાર જેકી શ્રોફ અત્યારે ચર્ચામાં છે. હાલમાં જ જેકીશ્રોપ પાપારાઝી પર ગુસ્સે થયો હતો. સોશિયલ મીડિયામાં આ કિસ્સાનો વીડિયો વાયરલ થયા બાદ તેના ફેન્સ ચિંતિત થયા હતા. કારણ કે અભિનેતા જેકીશ્રોફ તેના ઉદાર સ્વભાવ માટે વધુ ફેમસ છે. હાલમાં જેકીશ્રોફે એક ઇન્ટરવ્યુમાં પાપારાઝી પર ગુસ્સે થવાનું કારણ જણાવ્યું. સાથે-સાથે પોતાના ભાઈને લઈને એક ખુલાસો કર્યો. ઇન્ટરવ્યુમાં જેકીશ્રોફે કહ્યું કે મારી આંખો સામે મારા ભાઈનું મૃત્યુ થયું.


આ ઘટનાથી હું ખૂબ ડરી ગયો હતો

ઇન્ડસ્ટ્રીના લાંબા સમયથી ભાગ રહેલ અભિનેતા જેકી શ્રોફે કહ્યું કે મારાભાઈનું 17 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. જેનો મને હજુ સુધી પણ આઘાત છે. લોકો મને જગ્ગુ દાદા કહે છે પરંતુ ખરેખર મારો મોટો ભાઈ દાદા છે. તેનો ભાઈ તેની તમામ પ્રકારે મદદ કરતો હતો. જ્યારે પણ કોઈને મદદની જરૂર પડતી ત્યારે તે ત્યાં પહોંચી જતો. એ સમયે એક વ્યક્તિ દરિયામાં ડૂબતો હતો ત્યારે તેને બચાવવા મારો ભાઈ પાણીમાં કૂદી પડ્યો. પરંતુ, તેને તરવાનું આવડતું ન હતું અને તે ડૂબવા લાગ્યો. એ સમયે હું પણ ત્યાં હતો અને મેં મારા ભાઈને બચાવવા બહુ પ્રયાસ કર્યો. છતાં ભાઈને બચાવી ના શકયો. તે સમયે હું 10 વર્ષનો હતો અને આ ઘટનાથી તે ખૂબ જ ડરી ગયો હતો. 

જેકીના ખુલાસા પર દુઃખ વ્યક્ત કર્યું

બોલીવુડ માટે અત્યારો સારો સમય છે. બોક્સ ઓફિસ પર અજય, અક્ષય અને સનીદેઓલ જેવા દિગ્ગજ સ્ટારની સિકવલ ફિલ્મો ઉપરાંત અહાન પાંડે જેવા નવા ફ્રેશ કલાકારોની 'સૈયારા' ફિલ્મો સુપરહિટ થઈ. 'સૈયારા' ફિલ્મ સુપરહિટ થતા લોકોએ ટાઈગર શ્રોફની ડેબ્યુ ફિલ્મને યાદ કરી હતી. અહાન પાંડેએ પણ પોતાની પ્રથમ ફિલ્મથી ટાઈગર શ્રોફની જેમ ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરી. ત્યારે ટાઈગર શ્રોફે હિરોપંતી ફિલ્મ કે જે તેના ફાધર જેકીશ્રોફની પ્રથમ સુપરહિટ ફિલ્મ છે. તાજેતરમાં જેકીશ્રોફે પોતાના ભાઈને લઈને કરેલા ખુલાસા પર લોકોએ દુઃખ વ્યક્ત કર્યું.

  • Follow us on: