બોલીવુડ અભિનેતા સલમાન ખાન વધુ એક કેસને લઇને કાનૂના સંકજામાં ફસાયો છે. દબંગ એક્ટરને એક પાન મસાલાની જાહેરાતને લઈને કાનૂની સંઘર્ષના સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં રાજસ્થાનમાં રાજશ્રી પાન મસાલા ભ્રામક જાહેરાત કેસની સુનાવણી હતી. જેમાં સલમાન ખાન કોટા ગ્રાહક અદાલતમાં હાજર રહ્યો ન હતો. જેના બાદ કોર્ટમાં અરજદાર તરફથી સલમાન ખાન સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરવાની માંગ કરવામાં આવી છે. જાણો રાજશ્રી પાન મસાલાનો અને સલમાન ખાનનો શું છે સમગ્ર મામલો.


સલમાન ખાન વિરુદ્ધ કાર્યવાહી

વાસ્તવમાં રાજશ્રી પાન મસાલાના પ્રચાર અને જાહેરાત કરવા બદલ સલમાન ખાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે પાન મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જયારે બોલીવુડ નેતાઓ આ પ્રકારની સામગ્રીનો પ્રચાર કરે છે તો અન્ય લોકોને પ્રેરણા આપે છે. ખાસ કરીને યુવાનો સેલિબ્રિટીના આ પ્રકારના પ્રચારથી પ્રેરાય છે.  પાન મસાલા એ પ્રતિબંધિત વસ્તુમાં આવે છે. આથી જ સલમાન ખાન જેવી અભિનેતા આવા પાન મસાલાની ભ્રામક જાહેરાત ના કરે માટે જિલ્લા ગ્રાહક આયોગ દ્વારા પ્રતિબંધ હોવા છતાં ઉત્પાદનના પ્રચાર અને જાહેરાત કરવા બદલ  સલમાન ખાન સામે જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. 

સલમાન ખાન કોર્ટમાં ના થયો હાજર

કોટામાં રાજશ્રી પાન મસાલા મામલે ગઈકાલના રોજ સુનાવણી હતી. સલમાન ખાનને 20 જાન્યુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી. રાજશ્રી પાન મસાલા કંપની વતી એડવોકેટ વરુણ વિકાસ હાજર રહ્યા હતા. પરંતુ આ સુનાવણીમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેમજ તેમના તરફથી કોઈ વકીલ પણ હાજર રહ્યા નહીં. જેના બાદ કોર્ટે તેમને વ્યક્તિગત હાજરી માટે નોટિસ જારી કરી અને આગામી સુનાવણી 5 ફેબ્રુઆરીના રોજ નક્કી કરી.

સલમાન ખાન સામે કોર્ટ અવમાનના કેસ

અરજદાર એડવોકેટ ઇન્દ્ર મોહન સિંહ હનીએ જણાવ્યું હતું કે કોર્ટે સલમાન ખાનને દસ્તાવેજો સાથે રૂબરૂ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ તે હાજર થયો નહીં. પરિણામે, કોર્ટે અવમાનનાનો કેસ દાખલ કરવાની તૈયારી શરૂ કરી. અરજદારે સલમાન ખાન આગામી સુનાવણીમાં હાજર ન થાય તો તેની સામે ધરપકડ વોરંટ જારી કરવાની વિનંતી કરી હતી . કોર્ટે તેમને બીજી તક આપી અને સુનાવણી 5 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી. કોર્ટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને સલમાન ખાનની સહીની તપાસ કરવાનો પણ નિર્દેશ આપ્યો.


આ પણ વાંચો : Tarak Mehta પહેલાંથી છે જેઠાલાલ અને બબીતાજીનો સાથ, પડદા પર સાથે ધમાલ મચાવી ચૂકી છે તેમની કેમિસ્ટ્રી

  • Follow us on: