સોશિયલ મીડિયામાં આજે ફેમસ અભિનેત્રીની વિવાદાસ્પદ ટિપ્પણીની ચર્ચા છે. સાઉથની ફેમસ અભિનેત્રી કે જે માત્ર 24 વર્ષની ઉંમર 3 બાળકોની માતા બની હતી. એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું કે હું ફૂલ ટાઈમ મધર નથી. 24 વર્ષની ઉંમર માતા બનનાર આ ફેમસ અભિનેત્રી શ્રીલીલા છે. શ્રીલીલાની બાળકોને લઈને આ ખુલાસા પર લોકો ચર્ચા કરી રહ્યા છે. યુઝર્સ સવાલ પૂછી રહ્યા છે કે આખરે શ્રીલીલાએ કેમ આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી.


3 બાળકોની માતા છે ફેમસ અભિનેત્રી, શ્રીલીલા

શ્રીલીલા તેલુગુ અને કન્નડ સિનેમાની ફેમસ અભિનેત્રી છે. તેની સુંદરતા અને ફિલ્મોમાં શાનદાર અભિનય જોઈ તેના ફેન્સ દંગ થઈ જાય છે. શ્રીલીલાએ હાલમાં પોતાના અંગત જીવન વિશે એક એવો ખુલાસો કર્યો છે જે દરેકને વિચારવા મજબૂર કરી દે છે. વાસ્તવમાં અભિનેત્રી શ્રીલીલાએ એક જ નહીં પરંતુ ત્રણ બાળકોને દત્તક લીધા છે. આ બાળકોની દેખભાળ અને તેની કારર્કિદીને જયારે એક ઇન્ટરવ્યુમાં શ્રીલીલાને પ્રશ્ન પૂછાયો ત્યારે આ જવાબ આપ્યો. તેણે કહ્યું કે "હું પૂર્ણ સમયની માતા' નથી, કારણ કે તે એક અલગ બાબત છે. 

શ્રીલીલાએ બાળકોને લઈને કર્યો ખુલાસો

સાઉથ અભિનેત્રી શ્રીલીલાએ આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે બાળકો સાથેના સફરની શરૂઆત તેની પહેલી કન્નડ ફિલ્મ થઈ હતી. કન્નડ ફિલ્મ "કિસ" (2019) ના નિર્માણ દરમિયાન જ્યારે દિગ્દર્શક તેને એક આશ્રમમાં લઈ ગયા હતા. 2022માં, જયારે તે 21 વર્ષની હતી ત્યારે તેણે આશ્રમમાંથી બે દિવ્યાંગ બાળકો, ગુરુ અને શોભિતાને દત્તક લીધા હતા. અને ગયા વર્ષે, તેણે એક નાની છોકરીને પણ દત્તક લીધી હતી. શ્રીલીલાએ સમજાવ્યું કે બાળકો આશ્રમમાં રહે છે, તે તેમની સાથે ફોન પર વાત કરે છે અને વારંવાર તેમની મુલાકાત લે છે.

ઇચ્છા છતાં બાળકોને સાથે ના રાખી શકું, શ્રીલીલા

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે આ મામલો લાંબા સમય સુધી ગુપ્ત રહ્યો, પરંતુ સંગઠને તેને જાહેર કરવા કહ્યું જેથી વધુ લોકો પ્રેરણા મેળવી શકે. તેણીએ કહ્યું, "મને કોઈ શ્રેય નથી જોઈતો, હું ફક્ત ઇચ્છું છું કે લોકો આ દિશામાં વિચારવાનું શરૂ કરે." શ્રીલીલાએ એમ પણ કહ્યું કે તે ઇચ્છે છે કે તેના બાળકો તેની સાથે રહે, પરંતુ હાલમાં આમ કરવું શક્ય નથી. શ્રીલીલા માત્ર એક અભિનેત્રી જ નથી, પરંતુ એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે અને 2021 માં તેણીએ MBBS ની ડિગ્રી પૂર્ણ કરી છે. અભિનેત્રી શ્રીલીલા અત્યારે સાઉથની ફિલ્મોમાં વધુ વ્યસ્ત છે.


આ પણ વાંચો : The Real Dabangg Actress : નકલી પગ લગાવીને ભરતનાટ્યમ ડાન્સર બની આ એક્ટ્રેસ! TV અને ફિલ્મોમાં કમાવ્યું ખૂબ નામ

  • Follow us on: