સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસના કોનિડેલાના ઘરે હાલ ખુશીઓનો માહોલ છે. ગત 31 જાન્યુઆરીના રોજ જોડિયા બાળકો (એક પુત્ર અને એક પુત્રી)ને જન્મ આપ્યા બાદ, બુધવારે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં જોડિયા બાળકો માટે ભવ્ય નામકરણ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ ચરણે આ નામકરણને એક ભાવનાત્મક અને આધ્યાત્મિક પ્રક્રિયા ગણાવી હતી. બાળકોના નામકરણ પ્રસંગને લઈને રામ ચરણે કહ્યું કે આ પ્રસંગ તેમના માટે ખૂબ જ ખાસ છે. તેમના પરિવારે પણ આ નામકરણ વિધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
બાળકોના નામકરણ સમારોહ આધ્યાત્મિક નિર્ણય, રામ ચરણ
અભિનેતા રામ ચરણે કહ્યું, "નામકરણ સમારોહ અમારા માટે ખૂબ જ વ્યક્તિગત અને આધ્યાત્મિક નિર્ણય હતો. ઉપાસના અને મેં તેના પર વિસ્તૃત ચર્ચા કરી. અમારા માતા-પિતા પણ તેનો ભાગ હતા. આપણી સંસ્કૃતિમાં, વડીલોની હાજરી શાણપણ અને આશીર્વાદ લાવે છે, તેથી તેમની હાજરી અમારા માટે ઘણું અર્થપૂર્ણ હતી. ઉપાસનાએ 31 જાન્યુઆરીએના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો. બીજી વખત માતા બનવાનો પોતાનો અનુભવ શેર કરતાં ઉપાસનાએ કહ્યું કે "પહેલી વાર બધું નવું લાગે છે જયારે બીજી વખત માતૃત્વ ખૂબ શાંત અને વધુ જાગૃત લાગે છે. મેં ઘણી બધી બાબતો છોડી દેવાનું શીખી લીધું છે; હું હવે નાની નાની બાબતોથી ગભરાતી નથી.













