સાઉથ ઈન્ડસ્ટ્રીની નેશનલ ક્રશ રશ્મિકા મંદાના આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ કુબેરા ને લઈને જ નહીં પણ પોતાનીન અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં છે. જાણીતા ડાયરેક્ટર શેખર કમ્મુલાની આ ફિલ્મમાં રશ્મિકા, ધનુષ અને નાર્ગાજુન જેવા દિગ્ગજ કલાકારો સાથે જોવા મળશે. કુબેરા આ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ જશે. આ ફિલ્મ રિલીઝ થવાની વચ્ચે રશ્મિકાનો એક વિડીયો વાયરલ થયો છે. જે ખૂબ ઝડરપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે ચહેરો છુપાવતી જોવા મળી રહી છે. આ એક્ટ્રેસ સાથે વિડીયોમાં એક વ્યક્તિ દેખાઈ રહ્યો ચે, જે એક્ટ્રેસની ખુબ નજીક છે. 


હાલમાં વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં રશ્મિકા મંદાના એરપોર્ટથી નિકળીને કાર તરફ જાય છેતેના ચહેરા પર માસ્ક જોવા મળે છે. એક્ટ્રેસ સાથે આ વિડીયોમાં વિજય દેવરકોંડા પણ જોવા મળી રહ્યો છે. આ બંને પેપ્સને જોયા બાદ જલ્દીથી આવીને ગાડીમાં બેસે છે અને પોઝ આપ્યા વગર જ ત્યાંથી નીકળી જાય છે. જો કે બંને એક જ કારમાં બેસે છે, જેમાં વિજય આગળની સીટ પર તો રશ્મિકા પાછળની સીટ પર જોવા મળી રહી છે. બંને એક સાથે કેમેરાની સામે આવવાથી બચે છે. 

આ બંનેનો વીડિયો હાલ સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમના સબંધોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેઓ બંને ખૂબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતું આ બાબતે બંનેએ મૌન સેવ્યું છે. બંનેએ આ વાતનો સ્વીકાર પણ નથી કર્યો અને ઈન્કાર પણ નથી કર્યો. 




  • Follow us on: