છેલ્લા ચાર વર્ષમાં રશ્મિકા મંદાના નેશનલ ક્રશ બની ગઈ છે. તેણે આ સમયમાં બહુ વધારે ફિલ્મો તો નથી કરી પણ થોડી ફિલ્મોમાં જ પોતાની કાબિલીયત
બતાવીને ફેન્સના દિલ જીતી લીધા હતા. આ સાથે તેણે ડાયરેક્ટર્સનો ભરોસો પણ જીત્યો છે. રશ્મિકા મંદાના પહેલા સાઉથની ફિલ્મોનો હિસ્સો હતી પરંતુ પુષ્પા મુવી બાદ તેનું કરિયર બદલાય
ગયું. આજે તેના ફેન્સની કોઈ કમી નથી. એક્ટ્રેસે તેના એક્ટિંગના
કરિયરમાં 8 વર્ષ પુરા કર્યા છે. આ દરમિયાન તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના સંઘર્ષ વિશે વાત કરી હતી.
રશ્મિકાએ શું કહ્યું?
રશ્મિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તે પોતાને એકટ્રેસ તરીકે હું હજુ વધુ શીખવા માગુ છું અને તેમજ હજુ મારે ઘણું લાંબો સમય આ ફિલ્ડમાં કામ કરવાનું છે. જો હું પાછળ ફરીને જોવું તો મારું સફર સરળ નહોતું. આજના સમય સુધી મેં ઘણું બધું હાંસલ કરી દીધું છે. પરંતુ હજું બીજુ ઘણું બાકી છે. મને વિશ્વાસ છે કે હું હજુ વધુ મહેનત કરીશ અને ગ્રો કરીશ. મને વધારે અનુભવ કરવાનો મોકો મળશે. હુ બસ આગળ ચાલતી રહેવા માગુ છું બાકી જોઈએ સફર ક્યાં સુધી જાય છે.
ક્રિટિસિઝ્મ પર રશ્મિકાએ શું કહ્યું?
રશ્મિકા મંદાનાએ કહ્યું કે તેના 8 વર્ષના આ કરિયરમાં તેને પ્રંશસા ઘણી મળતી હતી પંરતું સાથે તેને ખરાબ કોમેન્ટ પણ મળતી હતી. એકટ્રેસે તેના જવાબમાં કહ્યું કે, મને કોન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝ્મ અને નોઈસ વચ્ચેનો ફરક સમજાઈ ગયો છે. અને ખાસ કરીને ત્યારે જ્યારે વાત મારા ક્રાફ્ટની હોય. ત્યારે હું આ બાબતોનું ધ્યાન રાખું છું. મારા વિશે લખવામાં આવ્યું છે જે હું વાંચી પણ નહોતી શકતી અને મને બિલકુલ પસંદ ના આવ્યું હતું.
રશ્મિકાએ આગળ કહ્યું કે, હું પણ એક માણસ છું મારા પર પણ ક્રિટિસિઝ્મની અસર થાય છે. પરંતુ થોડા દિવસો પછી એવું લાગતું હતું કે હું એ લોકોનું વિચારું જેના વિશે વિચારી ને હું ખૂબ ખુશ થવું અને જેને મારા આ સફરમાં મને ,સર્પોટ કર્યો છે અને મારો ઉત્સાહ વધાર્યો છે. આ બધું મારા પ્લાનનો હિસ્સો છે. ના તો મે કોઈ દિવસ એકટ્રેસ બનવાનું વિચાર્યું હતું. પરંતુ ફેન્સે મને ઘણો સર્પોટ કર્યો હતો.
આ સફળ ફિલ્મોમાં રશ્મિકાએ કામ કર્યું છે
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા બાદ સાઉથ સિનેમાનો ઈતિહાસ જ બદલી નાખ્યો હતો. સૌથી વધારે ફાયદો ફિલ્મની કાસ્ટ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાને મળ્યો હતો. પુષ્પાની સફળતા બાદ રશ્મિકા મંદાનાને ઘણી ફિલ્મની ઓફર મળી. એકટ્રેસને તે દરમિયાન છાવા, પુષ્પા 2 અ એનિમલ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મની કમાણી શાનદાર હતી. રશ્મિકા હાલ કુબેરા અને થામા ફિલ્મમાં જોવા મળશે.