સલમાન ખાનના ઘરે જલ્દીથી એક નાના મહેમાનનું આગમન થવાનું છે. સલમાન ખાનનો નાનો ભાઈ ફરી પિતા બનવાનો છે. આ બાબતે ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. તેની પત્ની શૂરા ખાને હવે આ વાત કન્ફર્મ કરી દીધી છે.
શૂરા ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે. બ્લેક ડ્રેસમાં અરબાઝ ખાનની પત્ની ધ્યાનથી ચાલી રહી છે તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા બાદ અરબાઝ ખાને ડિસેમ્બર 2023માં લગ્ન કર્યા હતા. આ ફંકશનમાં ફક્ત ફેમિલી જ હાજર હતી. એક્ટર અને સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેનો છોકરો અરહાન ખાન પણ હાજર હતો.
અરબાઝ ખાનની પત્ની શૂરા ખાન પ્રેગનેટ
અરબાઝ ખાન ફરી પિતા બનવાનો છે. જેને લઈને આખા ખાન પરિવારમાં ખુશીનો માહોલ છે. શૂરા ખાન હાલમાં એક શોપ થી બહાર નીકળી રહી હતી. ત્યારે પાપરાઝીએ તેના ફોટા પાડવા લાગ્યા.બ્લેક ડ્રેસમાં તે સુંદર લાગી રહી હતી. અરબાઝ ખાનની પત્ની કુલ લાગી રહી હતી. તે દરમિયાન તેનો પહેલી વાર બેબી બમ્પ જોવા મળ્યો હતો. પ્રેગનેટ શૂરા ખાન સીડીઓથી ધ્યાનથી ઉતરતી હતી તેવું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
હવે ખૂદ શૂરા ખાને કન્ફર્મ કરી દીધું છે કે તે પ્રેગનેટ છે. જો કે તેનો પહેલી વાર બેબી બમ્પ જોવા મળ્યો હતો. પરંતુ તે પોતાના ખુલ્લા કપડામાં તેને છુપાવતી હોય તેવું લાગી રહ્યું હતું. તે દરમિયાન વીડિયોના કારણે ઘણા લોકો અરબાઝ ખાનને ટ્રોલ કરી રહ્યા હતા. અમુક લોકો કહ્યું કે, સલમાન ખાનને નાના બાળકો ગમે છે અને હવે એક વધુ બાળક આવી રહ્યો છે. સલમાન ખાન તેના ઘરના બધા બાળકો સાથે ખૂબ નજીક છે. તેમજ તેને બાળકો ખૂબ ગમે છે.
ક્યારે થયા હતા અરબાઝ ખાનના છૂટાછેડા
અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્ન 1998માં થયા હતા. આ લગ્ન બાદ તેમને દિકરો થયો હતો. હવે છૂટાછેડા બાદ તેનો છોકરો તેની મમ્મી મલાઈકા સાથે રહે છે. મલાઈકા અને અરબાઝ ના છૂટાછેડા 2017માં થયા હતા. આ નિર્ણયના લીધે તેમના ફેન્સના એક મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારપછી તેઓ પોતાના જીવનમાં આગળ વધ્યા. અરબાઝે બીજા લગ્ન કર્યા અને મલાઈકાનું થોડા સમય પહેલા જ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું હતું.