IPL 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના નામે રહ્યું. આખા દેશમાં ખુશીનો માહોલ છે. જ્યાં વિરાટ કોહલીના ફેન્સ ખુશ છે, અને બીજી બાજું પ્રીતિ ઝિન્ટાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ઈમોશનલ હોય તેવું જોવા દેખાઈ રહ્યું છે.
પંજાબ કિંગ્સ આખી સિઝન ખૂબ સરસ પરફોમ કર્યું છે. ફાઈનલમાં જીતથી થોડા જ દૂર હતા. પરંતુ તેમને જીત ના મળી. ટીમની માલકિન પ્રીતિ ઝિન્ટાનું સપનું અધુંરું રહી ગયું.
પ્રીતિ ઝિન્ટાની આંખોમાં આંસુ
પ્રીતિ ઝિન્ટા ઈચ્છતી હતી કે IPLની ટ્રોફી ઉઠાવે પરંતુ આવું ના બની શક્યું. હવે સોશિયલ મીડિયામાં પ્રીતિ ઝિન્ટાનો એક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે અને તેમા તે ઉદાસ હોય તેવું દેખાઈ રહ્યું છે. તો પણ તે પોતાની ટીમને હિમમ્ત આપા રહી છે. બધા ખેલાડીની વચ્ચે પ્રીતિ ઝિન્ટા ઉભી છે અને તેની આંખોમાં આંસુ છે, તો પણ તે ખુશી થી હસીને પોતાની ટીમને હિમ્મત આપી રહી છે.
હાર થયા બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
પ્રીતિ ઝિન્ટા શરૂઆતથી પંજાબ કિંગ્સને સર્પોટ કરે છે. લગ્ન બાદ તે વિદેશમાં રહે છે. એકટ્રેસે બધી સીઝનમાં પોતાની ટીમ માટે ભારત આવે છે. પ્રીતિ ઝિન્ટા IPLના ઓક્શનમાં હાજર રહે છે. એક્ટિંગથી દૂર પ્રીતિ ઝિન્ટા આ સીઝનમાં વધારે એક્ટિવ હતી. પોતાની ટીમને સર્પોટ કરવાની સાથે તે ફેન્સ સાથે પણ જોડાયેલી હતી. પરંતુ એક્ટ્રેસ ટીમની હાર બાદ પોતાના આંસુ છુપાવી ના શકી. તેનો હતાશ અને નમ ચહેરો જોઈને ફેન્સ તેને હિમ્મત આપી રહ્યા હતા.
પંજાબ કિંગ્સની માલકિનપ્રીતિ ઝિન્ટા છેલ્લી મેચનો આનંદ માણતી જોવા મળા રહી હતી. જ્યોરે તેની ટીમ મંબઈને હરાવીને ફાઈનલમાં પહોંચી ત્યારે એક્ટ્રેસ ખૂબ ખુશ હતી. પરંતુ હવે ટીમની હાર પછી તેનો એક વીડિયો જોઈને ફેન્સને લાગે છે કે એકટ્રેસને ખૂબ દુ:ખી છે.
ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટા લાંબા સમયથી ફિલ્મમાં જોવા નથી મળી. હવે તે જલ્દીથી સની દેઓલની લાહૌર 1947માં જોવા મળશે. આ વર્ષે આમિર ખાનની નવી ફિલ્મ પણ રિલીઝ થઈ શકે ચે. જેની બધા રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, તેમા પણ તેની એન્ટ્રી હોઈ શકે છે.