ટેલિવિઝનના ફેમસ કપલ ગુરમીત ચૌધરી અને દેબિના બેનર્જીના ઘરે ચોરી થઈ છે. ગુરમીતે આ માહિતી પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. આ ઘટનાની માહિતી આપતા ગુરમીતે કહ્યું કે તેના ઘરે એક નવો નોકર આવ્યો હતો અને ચોરી કરીને જતો રહ્યો.


તે દરમિયાન સારી બાબત એ છે કે ચોરીનો બધો સામાન પછી પાછો મળી ગયો હતો. આ પોસ્ટમાં ગુરમીતે કહ્યું કે જે કોઈ પણ ઘરમાં કામવાળા રાખે છે તેમને તે લોકો વિશે પૂરતી માહિતી લેવી જોઈએ. નહિતર ગમે ત્યારે ગમે તે બનાવ બની શકે છે.

એકટરે ઈન્સ્ટાગ્રામમાં આપી જાણકારી

એક્ટર ગુરમીત ચૌધરી એ પોતાના ઈન્સ્ટાગ્રામમાં આ બાબતે ખુલાસો કર્યો હતો અને કહ્યું કે, આજે અમારા ઘરે એક કામવાળો અમારા ઘરની વસ્તુઓ લઈને ભાગી ગયો છે. અમે હંમેશા જે સ્ટાફ કામ કરે છે તેમનું વેરિફિકેશન કરાવીયે છે, કારણ કે જો કંઈ ખોટું થાય તો તરત જ તેની સામે કાર્યવાહી કરાવી શકીએ. ગુરમીતે આગળ કહ્યું એ સમયે મારા બાળકો ઘરે હતા અને તે તેમના રૂમ સુરક્ષિત છે. ત્યારપછી તરત જ કાર્યવાહી કરાવી અને થોડા ફોન કોલની મદદથી અમને ચોરી થયેલો સામાન મળી ગયો હતો. સૌથી સારી બાબત એ છે કે અમે બધા સુરક્ષિત છીએ.

ફેન્સને આપી સલાહ

ગુરમીતે આ ઘટનાને થોડી ખરાબ કિસ્મત અને સાથે સાથે મોટી શીખ પણ કહી છે. તેને પોતાના ફેન્સને સલાહ આપી કે હંમેશા સર્તક રહ્વેવું જોઈએ. ઘરે કામ માટે આવેલા દરેક વ્યકિતની તપાસ થવી જોઈએ.

પોસ્ટમાં પોતાની બાળકી ની તસવીરો શેર કરી

ગુરમીતે ચોરીની માહિતી આપતા બે કલાક પહેલા દેબિના અને પોતાના બાળકો સાથેની તસવીર પોસ્ટ કરી હતી. પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે નાના હાથ, મોટું દિલ, અને અમારું આખું જીવન

ટીવી પર પરત ફરી રહ્યા છે આ કપલ

ગુરમીત અને દેબિનાની પ્રોફેશનલ જીવન વિશે વાત કરીએ તો જલ્દીથી ટીવીના એક શોમાં આ કપલ પાછું આવી રહ્યું છે. બંને જલ્દીથી એક નવા રિયાલિટી શોમાં જોવો મળશે. તે શો નું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. શો નું નામ પતિ પત્ની અને પંગા છે.


  • Follow us on: