હિન્દી ફિલ્મોની ફેમસ અભિનેત્રી સોનાક્ષી સિંહાનો જન્મ 2 જૂન 1987 ના રોજ શત્રુઘ્ન સિંહાના ઘરે થયો હતો. આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહેલી સોનાક્ષી સિંહાએ પોતાના પિતાના પગલે ચાલીને 2010માં આવેલી ફિલ્મ 'દબંગ' થી અભિનેત્રી તરીકે બોલીવુડમાં પ્રવેશ કર્યો.
આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ અને સોનાક્ષીને ફેમ મળ્યું. શરૂઆતમાં સોનાક્ષીએ ફિલ્મ ઉદ્યોગમાં જબરદસ્ત સફળતા મેળવી, પરંતુ પછીથી તેની કારકિર્દી નીચે ગઈ.
સોનાક્ષી સિંહાની પહેલી ફિલ્મ દબંગ
સોનાક્ષી સિંહાએ સલમાન ખાન સાથે 'દબંગ' ફિલ્મમાં કામ કર્યું હતું. આ પછી, તેણે અક્ષય કુમાર સાથે 'રાઉડી રાઠોડ' અને 'હોલિડે' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું. જ્યારે તે અજય દેવગન સાથે 'સન ઓફ સરદાર'માં જોવા મળી હતી. હવે તેણે ફિલ્મોમાં કામ કરવાનું પણ ઓછું કરી દીધું છે. જોકે, ફ્લોપ હોવા છતાં, સોનાક્ષી પાસે કરોડોની સંપત્તિ છે. પણ ક્યારેક તે રોજના માત્ર 500 રૂપિયા જ કમાતી હતી.
સોનાક્ષી 500 રૂપિયા કમાતી હતી
બિહારની રાજધાની પટનામાં જન્મેલી સોનાક્ષીને શરૂઆતથી જ ઘરમાં ફિલ્મી વાતાવરણ મળ્યું. તેના પિતા શત્રુઘ્ન સિંહા તેમના સમયના ફેમસ અભિનેતા હતા, જોકે તેમ છતાં તેમની પુત્રીને કોલેજમાં વોલિયેંટરનું કામ કરવું પડયું હતું.
કોલેજમાં અભ્યાસ કરતી વખતે, અભિનેત્રીએ એક ફેશન વીકમાં વોલિયેંટર તરીકે કામ કર્યું. આ માટે તેને દરરોજ 500 રૂપિયા મળતા હતા. તેણે 6 દિવસ કામ કર્યું. બદલામાં તેમને 3,000 રૂપિયાનો ચેક મળ્યો. સોનાક્ષીએ તે ચેક તેના માતાપિતાને સોંપ્યો, જે તેની માતાએ ફ્રેમ કરીને આજ સુધી ઘરમાં રાખ્યો છે.
સોનાક્ષી સિંહા કેટલી અમીર છે?
સોનાક્ષીએ શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકર્સી મહાલા યુનિવર્સિટી (SNDT)માંથી ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએટ થઈ હતી. આ પછી, તેણે તેની માતા પૂનમ સિન્હા દ્વારા નિર્મિત ફિલ્મ 'મેરા દિલ લેકે દેખો' માટે કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કર્યું. જ્યારે તેણે 2008-09માં લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક પણ કર્યું હતું. પરંતુ 2010 માં, તેણે અભિનેત્રી તરીકે બોલીવુડમાં પ્રવેશ કર્યો અને ફેમની સાથે સાથે ઘણા પૈસા પણ કમાયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી હવે 100 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.