સુપરસ્ટાર આમિર ખાન લાંબા સમય પછી મોટા પડદા પર ફરી આવી રહ્યો છે. તેની નવી ફિલ્મ 'સિતારે જમીન પર' રિલીઝ થવાની છે. આ તેની હિટ ફિલ્મ 'તારે જમીન પર' ની સિક્વલ છે, જેમાં તે બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવશે. અભિનેતાએ પોતાની ફિલ્મનું પ્રમોશન પણ શરૂ કરી દીધું છે.
'સિતારે જમીન પર' પછી આમિર 'મહાભારત'માં કામ કરશે
આમિર રાજ શમાનીના પોડકાસ્ટ પર દેખાયો, જ્યાં તેણે તેના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. તેને પૂછવામાં આવ્યું કે જો તેઓ તેની છેલ્લી ફિલ્મ બનાવે છે, તો તે કેવી હશે? આના પર અભિનેતાએ પોતાના સ્વપ્ન 'મહાભારત'નો ઉલ્લેખ કર્યો. આમિરે કહ્યું કે 'સિતારે જમીન પર' રિલીઝ થયા પછી તે 'મહાભારત' બનાવવાનું કામ કરશે. તેણે એમ પણ કહ્યું કે આ પછી તેઓ બીજો કોઈ પ્રોજેક્ટ કરી શકશે નહીં.
આમિરે કહ્યું કે સિતારે જમીન પરના રિલીઝ પછી તે મહાભારત પર કામ ચાલુ કરી દેશે. અને આઘળ આમિરે કહ્યું કે મને લાગે છે કે આ મારો એ પ્રોજેક્ટ હશે જેના પછી હું કોઈ બીજો પ્રોજેક્ટ કરવા નહી માંગુ. કારણ કે, આ એટલો મોટો પ્રોજેક્ય હશે કે તેમાં બધા લેયર્સ અને ઈમોશન હશે. આ પ્રોજેક્ટમાં દરેક લેયર્સ અને ઈમોશન આ ફિલ્મને એ ગ્રેડ બનાવશે.
શું મહાભારત હશે આમિર ખાનની છેલ્લી ફિલ્મ?
આમિર ખાને આગળ કહ્યું કે, તે તેના છેલ્લા શ્વાસ શુધી ફિલ્મ બનાવા માંગે છે. તેને એમ પણ કહ્યું કે જો હું મહાભારત બનાવીશ તો મને નથી લાગતું કે મહાભારત પછી હું કોઈ ફિલ્મ બનાવી શકીશ. આમિર સિવાય તેલુગુની ફેમસ ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલીનું પણ મહાભારત બનાવાનું સપનું છે. રાજામૌલીએ પણ ઘણા બધા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે મહાભારત બનાવા માંગે છે.
એસ.એસ.રાજામૌલી દાદાસાહેબ ફાળકે પર બનાવશે બાયોપિક
પહેલા એવા સમાચાર આવ્યા હતા કે ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલી ભારતીય સિનેમાના પિતા દાદાસાહેબ ફાળકે પર બાયોપિક બનાવા માંગે છે અને ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર જૂનિયર NTRને કાસ્ટ કરવા માંગે છે. પરંતુ ત્યારબાદ થોડા દિવસો પછી એવા સમાચાર આવ્યા હતા કે, હવ્ આમિર ખાન અને રાજકુમાર હિરાની સાથે મળીને દાદસાહેબ ફાળકે પર બાયોપિક બનાવાના છે.
હવે આમિર અને રાજામૌલી ભારતીય સિનેમામાં એક જ જેવી બે અલગ અલગ ફિલ્મો બનાવાનું પ્લાન કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશ કે કઈ ફિલ્મ ઓડિયન્સને વધુ ગમે છે.













