બોલીવુડ અને ક્રિકેટ હંમેશા એકબીજા સાથે સંકળાયેલા જોવા મળ્યા છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને અભિનેત્રી સાગરિકા ઘાટગે 8 વર્ષ પહેલા લગ્ન કર્યા. ક્રિકેટર અને અભિનેત્રીના લગ્નએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે આ આંતરજ્ઞાતીય લગ્ન હતા. ઝહીરખાન મુસ્લિમ છે જયારે સાગરિકા હિન્દુ છે. એટલે જ જયારે સાગરિકા સાથે જયારે ઝહીર લગ્ન કરવા તૈયાર થયા હતા ત્યારે તેમની ચેતવણી આપવામાં આવી હતી. એક પોડકાસ્ટમાં અભિનેત્રી સાગરિકાએ ઝહીર ખાનને લઈને આ ખુલાસો કર્યો.
આંતરજ્ઞાતિય લગ્ન હોવાથી શરૂઆતમાં થઈ મુશ્કેલી, સાગરિકા
લગ્નના 8 વર્ષ બાદ સાગરિકાએ અંગત જીવનનું રહસ્ય ખોલ્યું. અભિનેત્રીએ એક પોડકાસ્ટમાં આ ખુલાસો કરતાં કહ્યું કે તેમના આંતરજ્ઞાતિય લગ્ન હોવાથી શરૂઆતમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડયો. તાજેતરમાં ઇન્ડસ્ટ્રીના ફેમસ દંપતી ઝહીર અને સાગરિકાએ હરભજન સિંહ અને ગીતા બસરા દ્વારા આયોજિત પોડકાસ્ટ પર તેમના અંગત જીવનની વાતો શેર કરી હતી. ઝહીરે ખુલાસો કર્યો કે તે સાગરિકાને ડેટ કરતા પહેલા ઘણા સમયથી જાણતો હતો. અમારા ઘણા પરસ્પર મિત્રો પણ હતા. પણ હું તેને વ્યક્તિગત રીતે ઓળખતો નહોતો.
ઝહીર ખાનનો ખુલાસો, કેવી રીતે સાગરિકાને પ્રપોઝ કર્યું
હરભજન અને ગીતા બસરાના પોડકાસ્ટમાં ઝહીરે ખુલાસો કર્યો કે તેણે કેવી રીતે સાગરિકાને પ્રપોઝ કર્યું. ક્રિકેટરે કહ્યું કે અમે મિત્રો દ્વારા મળ્યા. ત્યારબાદ પરિચય વધ્યો અને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. ધીરે-ધીરે લાગ્યું કે ખરેખર તે સાગરિકાને પ્રેમ કરવા લાગ્યો છે. એટલે જ ગોવામાં આઈપીએલ દરમિયાન સાગરિકાને પ્રપોઝ કર્યું હતું. ઝહીરે કહ્યું કે લગ્ન કરવા માટે મારે સાગરિકાના પિતાને સત્તાવાર રીતે મળવું પડ્યું હતું. અમે અડધા કલાક નહીં પરંતુ બે કલાક સુધી વાત કરી.
મારી સાથે લગ્ન કરવા ઝહીરને મળી હતી ચેતવણી, સાગરિકા
ઝહિરે જયારે પ્રપોઝ કર્યું સાગરિકાની પ્રતિક્રિયા કેવી હતી તે પણ આ પોડકાસ્ટમાં ખુલાસો કર્યો. સાગરિકાએ કહ્યું કે શરૂઆતમાં તે કોઈ ક્રિકેટર કે અભિનેતા સાથે લગ્ન કરવા માંગતી ન હતી. તેણે કયારેય વિચાર્યું નહોતું કે તે કોઈ ક્રિકેટર સાથે લગ્ન કરશે. પરંતુ ઝહીર સાથે મુલાકાત થઈ. તેને મળ્યા પછી મારા વિચારો બદલાઈ ગયા. અને ઝહીર સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. જયારે ઝહિર મારી સાથે લગ્ન કરવા તૈયાર થયો ત્યારે તેને ચેતવણી મળવા લાગી હતી. પણ અમે મક્કમ રહ્યા અને બંનેએ લગ્ન કર્યા. 8 વર્ષ બાદ પણ અમારો સંબંધ અતૂટ છે.
અમે બંને એકબીજાના ધર્મનો આદર કરીએ છીએ
સાગરિકાએ આગળ કહ્યું- હું દિવાળી પૂજા અને ગુડી પાડવાની પૂજા કરતી મોટી થઈ છું, કારણ કે મેં હંમેશા મારી માતાને તે કરતી જોઈ છે, તેથી મેં તે ચાલુ રાખ્યું છે. ઝહીર પણ મને આમ કરતા રોકતો નથી. ઝહીર ખાનની પ્રશંસા કરતા કહ્યું કે બંને એકબીજાના ધર્મનું સન્માન કરીએ છીએ. ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન દીવો પ્રગટાવનાર ઝહીર સૌપ્રથમ હોય છે. આ અંગે ઝહીરે કહ્યું, "મારા માતા-પિતાએ મને બધા ધર્મોનો આદર કરવાનું શીખવ્યું. તમારે એવું કરવું જોઈએ જે તમને ખુશ કરે અને લોકો શું કહે છે તેની ચિંતા ન કરવી જોઈએ.