કરણ જોહરે ખુલાસો કર્યો છે કે કેવી રીતે કલાકારોને ફિલ્મના પાત્ર અસર કરે છે. 2006 માં આવેલ કરણની ફિલ્મ 'કભી અલવિદા ના કહેના' ને એ સમયે મિશ્ર પ્રતિક્રિયાઓ મળી હતી. લગ્નતર સંબંધ જેવા નાજુક વિષય પર આ ફિલ્મ બનાવવામાં આવી હતી. ફિલ્મના મુખ્ય પાત્રો શાહરૂખ અને રાની મુખરજી વૈવાહિક બેવફાઈ કરતાં હોવાને લઈને દર્શકોએ પ્રશ્ન ઉઠાવ્યા હતા. જયારે તે મારી સાથે છેતરપિંડી કેમ કરી રહ્યો છે એમ કહેતા પ્રિતી ઝિન્ટા પણ આ ફિલ્મના સેટ પર ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી હતી. ત્યારે કરણ જોહરે કહ્યું કે આ ફિલ્મ છે સત્ય નથી. મર્દાની 3 ના પ્રમોશનમાં વ્યસ્ત રાની મુખર્જી સાથેની વાતચીતમાં ફેમસ નિર્માતા કરણ જોહરે આ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે કેવી રીતે અભિનય કરતાં પડદા પાછળ પણ તે પાત્ર કલાકારને અસર કરતું હોય છે.


'કભી અલવિદા ના કહેના' ફિલ્મના કલાકારો થયા પ્રભાવિત

કરણ જોહરે સેટ પરની એક ઘટનાને યાદ કરતાં કહ્યું કે જયારે આ ફિલ્મનું શૂટિંગ થયું ત્યારે કલાકારોને પણ તેના પાત્રથી પ્રભાવિત થયા હતા. આ કલાકારો માટે ખૂબ જ ગહન અનુભવ હતો,  ફિલ્મના પાત્રો દેવ, માયા, ઋષિ અને રિયા - તેમની ભૂમિકાઓમાં સંપૂર્ણપણે ડૂબી ગયા હતા. એક સમયે, મારે પ્રીતિને કહેવું પડ્યું કે આ ખરેખર નથી થઈ રહ્યું; અમે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે પ્રીતિએ કહ્યું, 'પણ તે મારી સાથે છેતરપિંડી કેમ કરી રહ્યો છે?' તો મેં કહ્યું, 'તે તમારી સાથે છેતરપિંડી નથી કરી રહ્યો, તે પાત્ર છે.' ફક્ત પ્રિતી જ નહીં અભિષેક અને રાની પણ પ્રભાવિત થયા હતા. એક ક્ષણ એવી હતી જ્યારે અભિષેક સેટ પર ખરેખર ભાંગી પડતો હતો. તે રડી પડતો અને હતાશ રહેતો. માયાના પાત્રથી રાની પણ ખૂબ જ પ્રભાવિત થઈ હતી. દિગ્દર્શકના મતે, કલાકારો તેમના હૃદયમાં એવું વિચારી રહ્યા હતા કે જાણે આ ખરેખર તેમની સાથે થઈ રહ્યું હોય.

આ ફિલ્મે મોટો વિવાદ ઉભો કર્યો હતો

2006માં આવેલ 'કભી અલવિદા ના કહેના' ફિલ્મમાં શાહરૂખ, રાની મુખરજી, અભિષેક બચ્ચન અને પ્રિતી ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં વૈવાહિક લગ્ન અને ત્યારબાદ થતા પ્રેમની જટિલ લાગણીને પડદા પર રજૂ કરાઈ હતી. એ સમયે આ ફિલ્મે મોટો વિવાદ ઉભો કર્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાનના પાત્ર દેવની પત્ની પ્રિતી ઝિન્ટા છે, જયારે રાની મુખરજી અભિષેકની પત્ની છે. દરમિયાન એવા સંજોગો થાય છે કે શાહરૂખ અને રાની મુખરજી વધુ નજીક આવે છે. શાહરૂખ દ્વારા તેની પત્ની રિયા (પ્રીતિ ઝિન્ટા) સાથે માયા (રાની મુખર્જી) ને છેતરપિંડી કરી રહ્યો છે તેવું દર્શકોએ આરોપ લગાવ્યો હતો. આ ફિલ્મમાં જે રીતે વૈવાહિક સંબંધમાં છેતરપિંડી રજૂ કરવામાં આવી હતી તે દર્શકો માટે નવી હતી. દર્શકો માટે તેને સ્વીકારવું મુશ્કેલ હતું.


આ પણ વાંચો : Border 2 : થિયેટરોમાં સની દેઓલની ગર્જના! બોર્ડર 2 જોયા પછી ફેન્સ બોલ્યા- આ તો બવંડર છે...!

  • Follow us on: