બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા ફરી સમાચારોની હેડલાઈન બની છે. થોડા દિવસો પહેલા તારા અને વીર પહાડિયા વચ્ચે બ્રેકઅપને લઈને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી. તાજેતરમાં તારા સુતારિયાએ તાજેતરમાં તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તારા સુતારિયાએ ડાયમંડ રિંગ ફલોન્ટ કરી. આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. યુઝર્સ સવાલ પૂછવા લાગ્યા છે કે શું ખરેખર તારાએ સગાઈ કરી લીધી છે ?


તારા સુતારિયાની પોસ્ટે મચાવી હલચલ

અભિનેત્રી તારા સુતારિયાની એક પોસ્ટે હલચલ મચાવી દીધી છે. અભિનેત્રીએ પોતાના  ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો હતો. વાયરલ ફોટોમાં તારાની સુંદરતા જોઈ ફેન્સ દંગ થઈ ગયા. બ્લેક આઉટફિટ અને સિમ્પલ હેર સાથે લાઈટ મેક અપ કરી તારાએ પોતાનો લુક કમ્પિલટ કર્યો. હાથમાં મગ અને ખુલ્લા વાળ રાખ્યા છે અને એક હાથમાં ડાયમંડ રિંગ દેખાય છે. આ વીંટી ખરેખર સુંદર છે. તારાના હાથમાં ફક્ત હિરાની વીંટી જોઈ ચાહકો એવું માનવા લાગ્યા કે તેણે સગાઈ કરી લીધી છે. તારા સુતારિયાની પોસ્ટ પર તેના ફેન્સ પણ આ સવાલ પૂછી રહ્યા છે. જો કે તારાએ આ મુદ્દે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

તારાનું બ્રેકઅપ થયું કે પછી  સગાઈ કરી ચાહકો મૂંઝાયા

ફેમસ સંગીતકાર એપી ધિલ્લોનના કોન્સર્ટ બાદ તારા અને વીરનું બ્રેકઅપ થયાના સમાચાર સામે આવ્યા હતા. બંને લાંબા સમયથી રિલેશન શિપમાં હતા. ખાસ પ્રસંગો પર તારા અને વીર એકસાથે હોવાના ફોટા સોશિયલ મીડિયામાં પણ સામે આવ્યા હતા. તેમના ફેન્સને આ કપલ વધુ કયુટ લાગતું હતું. પરંતુ જયારે બંને વચ્ચે બ્રેકઅપના સમાચાર આવ્યા ત્યારે તેમના ચાહકો ચોંકી ગયા હતા. વીર અને તારા સુતારિયા તરફથી આ મામલે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

તારા સુતારિયાએ ફરી ફલોન્ટ કરી રિંગ

દરમિયાન આજે તારાએ પોતાની પોસ્ટમાં હાથમાં ડાયમંડ રિંગ સાથેનો ફોટો શેર કર્યા હતો. આથી ચાહકો પણ મૂંઝાઈ ગયા છે કે ખરેખર તારા સુતારિયાનું બ્રેકઅપ થયું છે કે પછી કોઈ ફિલ્મને લઈને આ પ્રમોશન થઈ રહ્યું છે. અગાઉ તારા સુતારિયા આદર જૈન સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ તારા સુતારિયાના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ આદર જૈન અલેખા અડવાણી સાથે ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ આદરના લગ્નના 19 દિવસ પછી તારા સુતારિયા આ રીતે જ હીરાની વીંટીનો પોસ્ટ શેર કરી હતી. અભિનેત્રીએ વીંટી સાથે જીવનભરના સાથી વિશે એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી જેની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ હતી.


આ પણ વાંચો : Entertainment: પતિએ મારું બ્રેઈનવોશ...ગ્લેમર વર્લ્ડ છોડયાના 6 વર્ષ પછી સના ખાનનો મોટો ખુલાસો

  • Follow us on: