બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી ખાન હાલમાં તેમની નવી દિગ્દર્શિત ફિલ્મ "મૈં વાપસ આઉંગા" ની સફળતાને લઈને ભારે ચર્ચામાં છે. ડેબ્યૂ ડાયરેક્ટર તરીકે તેમના કામની ચારેયતરફ પ્રશંસા થઈ રહી છે. જોકે, ફિલ્મના પ્રમોશન દરમિયાન તેમણે આપેલા એક નિવેદને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. ઇમ્તિયાઝ અલીએ બુરખો અથવા હિજાબ પહેરતી મહિલાઓ અંગે આકરા વિચારો વ્યક્ત કરીને તેને પછાતપણાની નિશાની ગણાવી છે.


"પડદા પ્રથા કે બુરખામાં આરામ શોધવો એ બીમારી છે"

તાજેતરમાં જ ઇમ્તિયાઝ અલી યુટ્યુબર સમદીશ ભાટિયાના લોકપ્રિય પોડકાસ્ટ પર પોતાની ફિલ્મ "મૈં વાપસ આઉંગા" (I Am Coming Back) અને દેશના ભાગલા (Partition) ના વિષય પર ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન વાતચીત પિતૃસત્તાક માનસિકતા તરફ વળી હતી. વાતચીત દરમિયાન ઇમ્તિયાઝે ખુલ્લેઆમ કહ્યું: "મને એ બિલકુલ પસંદ નથી જ્યારે કોઈ સ્ત્રી એવું કહે કે, 'હું મારા બુરખામાં કમ્ફર્ટેબલ (આરામદાયક) છું, અથવા હું મારા પડદામાં આરામ અનુભવું છું.'"

ઇમ્તિયાઝ અલી, આજે લોકો જલ્દી ઉગ્ર થઈ જાય છે

તેમણે આગળ ઉમેર્યું કે, "આપણો સમાજ સતત પ્રગતિ કરી રહ્યો છે. આજના સમયમાં પણ જો તમે આવી વાતો કરો છો, તો તે યોગ્ય નથી. તેનો સીધો અર્થ એ છે કે તમે માનસિક રીતે બીમાર છો, મને નથી ખબર કે આવું કેવી રીતે હોઈ શકે." જ્યારે હોસ્ટ સમદીશે વિવિધ સમાજના અલગ નિયમો હોવાની વાત કહી, ત્યારે ઇમ્તિયાઝે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો હતો. આજના સમાજની સ્થિતિ અને લોકોની માનસિકતા પર કટાક્ષ કરતા ઇમ્તિયાઝ અલીએ કહ્યું કે: "મારો હેતુ કોઈને રોકવાનો કે કોઈના ઘરે જઈને દખલ કરવાનો નથી. પરંતુ સમાજમાં સહિષ્ણુતા અને સંતુલન હોવું ખૂબ જરૂરી છે.

મૈં વાપસ આઉંગા, દર્શકોને આવી પસંદ

આજે સમાનતા અને શાંતિની વાતો કરનારા લોકો ક્યાં ગાયબ થઈ ગયા છે? આજકાલ દરેક વ્યક્તિ ઉગ્રવાદી બની ગઈ છે." લોકો એટલા આક્રમક થઈ ગયા છે કે હવે સામાન્ય વાતચીત કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. હું કોઈનો દુશ્મન નથી, પણ લોકો તરત જ ભડકી જાય છે." ઇમ્તિયાઝ અલી ખાનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ "મૈં વાપસ આઉંગા" ને બોક્સ ઓફિસ અને વિવેચકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં દિલજીત દોસાંઝ, નસીરુદ્દીન શાહ, વેદાંગ રૈના અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં છે.


આ પણ વાંચો : Korean movie : ખૌફ, લોહી અને ઝોમ્બી! Colonyમાં દેખાયું મોતનું તાંડવ, વર્ષો સુધી યાદ રહેશે આ ખતરનાક કહાની!

  • Follow us on: