TV અને OTT ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય અભિનેતા કરણ ટેકર વર્ષોથી સતત સફળ પ્રોજેક્ટ્સનો ભાગ રહ્યા છે. TV શો એક હજારો મેં મેરી બહના હૈ દ્વારા ઘર-ઘરમાં ઓળખાયેલા કરણને ક્રિસ્ટલ ડિસોઝા સાથેની તેમની જબરદસ્ત કેમિસ્ટ્રીને કારણે વિશેષ લોકપ્રિયતા મળી હતી. આ શોએ તેમની કારકિર્દીમાં એક મજબૂત લેવલ સુધી લઇને ગયા હતા

ખાખી: ધ બિહાર ચેપ્ટર

TV પછી કરણે પોતાની જાતને OTT પ્લેટફોર્મ પર સાબિત કરી. ફિલ્મ નિર્માતા નીરજ પાંડેની વેબ સિરીઝ સ્પેશિયલ ઓપ્સ અને ખાખી: ધ બિહાર ચેપ્ટરમાં તેમની અભિનયક્ષમતાની ખૂબ પ્રશંસા થઈ. આ પ્રોજેક્ટ્સ પછી કરણ OTT દુનિયામાં એક વિશ્વસનીય અભિનેતા તરીકે ઓળખાય છે અને તેમની ફેન ફોલોઇંગ પણ મજબૂત બની છે.

કરણને બોલિવૂડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ મળતી નથી

છતાં પણ, આટલા વર્ષોની મહેનત અને સફળતા પછી પણ કરણને બોલિવૂડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ મળતી નથી. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કરણે ખુલ્લેઆમ કહ્યું કે બોલિવૂડમાં TV અભિનેતાઓ પ્રત્યે પૂર્વગ્રહ છે. તેમના શબ્દોમાં, “જો કોઈ અભિનેતા TV પરથી આવ્યો હોય, તો તેને ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા આપવા માટે ઉદ્યોગ તૈયાર નથી.”

નીરજ પાંડે જેવા દિગ્ગજનો સહારો

કરણે સ્વીકાર્યું કે જો તેમને નીરજ પાંડે જેવા દિગ્ગજનો સહારો ન મળ્યો હોત, તો કદાચ OTT પર પણ તેમને તક ન મળી હોત. તેમણે કહ્યું કે સ્પેશિયલ ઓપ્સ અને ખાખી જેવી સિરીઝ માટે પણ શરૂઆતમાં ઘણો વિરોધ થયો હતો, કારણ કે તેઓ TV બેકગ્રાઉન્ડમાંથી આવે છે.

કરણ નિરાશ નથી

આ બધાં છતાં, કરણ નિરાશ નથી. તેઓ માને છે કે દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ એવો વ્યક્તિ હોય છે, જે તેમની પ્રતિભા પર વિશ્વાસ કરે છે. આ વિશ્વાસને કારણે જ તેઓ ધીરજ રાખી શક્યા છે. તેમનું માનવું છે કે TV કલાકારો વિશેની ગેરમાન્યતાઓ જ્યાં સુધી દૂર નહીં થાય, ત્યાં સુધી ઘણા પ્રતિભાશાળી કલાકારોને આગળ વધવામાં સમય લાગશે.

કલ્કી કોચલીન પણ મુખ્ય ભૂમિકામાં

હાલમાં કરણ વેબ સિરીઝ ભયમાં નજર આવ્યા હતા, જેમાં કલ્કી કોચલીન પણ મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત, તેઓ અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટમાં પણ મહત્વપૂર્ણ પાત્રમાં દેખાયા હતા. અંતમાં, કરણ ટેકરનું કહેવું છે કે જ્યાં સુધી આખી સિસ્ટમમાં બદલાવ નહીં આવે, ત્યાં સુધી સાચું પરિવર્તન શક્ય નથી. તેમણે મીડિયાને અપીલ કરી છે કે તેઓ આવા મુદ્દાઓને અવાજ આપે, જેથી પ્રતિભાને સાચો ન્યાય મળી શકે.

આ પણ વાંચો : Don 3 controversy : ડોન 3 વિવાદ વચ્ચે રણવીર સિંહને ધમકીઓ, છતાં સ્ટાઇલમાં કોઈ ઘટાડો નહીં