બોલીવુડ કલાકારો કાનૂની ગૂંચવણમાં ફસાયા છે. રાજપાલ યાદવ કરોડો રૂપિયાનું દેવું ના ચૂકવતા તિહારમાં જેલમાં બંધ છે. જયારે મહેશભટ્ટના ભાઈ વિક્રમ ભટ્ટ પણ કરોડોની છેતરપિંડીના કેસમાં જેલમાં છે. આજે શુક્રવારના રોજ આ કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટને જામીન મંજૂર કર્યા. વિક્રમ અને તેની પત્ની 7 ડિસેમ્બરથી જેલમાં હતા. વિક્રમ અને શ્વેતાંબરી પર ઉદયપુરના એક ઉદ્યોગપતિને મોટા નફાનું વચન આપીને છેતરપિંડી કરવાનો આરોપ છે.


ડૉ. અજય મુરડિયાનો વિક્રમ ભટ્ટ પર ફ્રોડનો આક્ષેપ

ઉદયપુર સ્થિત ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક ડૉ. અજય મુરડિયા દ્વારા નિર્માતા-દિગ્દર્શક વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ પર ₹30 કરોડની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રાજસ્થાન પોલીસે મુંબઈમાં 7 ડિસેમ્બર 2025ના રોજ આ દંપતીની ધરપકડ કરી હતી. ત્યારબાદ વિક્રમ ભટ્ટ અને તેમની પત્નીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવા માટે ઉદયપુર લાવવામાં આવ્યા હતા. જયાં 17 ડિસેમ્બર 2025માં ઉદયપુર કોર્ટે છેતરપિંડીના કેસમાં દંપતીના વચગાળાના જામીન ફગાવી દીધા હતા. જયારે આજે સુપ્રીન કોર્ટમાં આ કેસની સુનાવણીમાં હાઈકોર્ટના નિર્ણયને પલટાવી વિક્રમ અને શ્વેતાંબરીને રાહત આપવામા આવી.

વિક્રમ અને શ્વેતાબંરીને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન

સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે વિક્રમ અને શ્વેતાબંરીના વચગાળાના જામીનનો આદેશ પસાર કર્યો અને આગામી સુનાવણી 19 ફેબ્રુઆરી માટે નક્કી કરી.  ફરિયાદીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ અજય મુરડિયાએ દલીલ કરી હતી કે આ ₹44 કરોડની છેતરપિંડીનો કેસ છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિક્રમ ભટ્ટ અને તેમની પત્નીએ તેમને તેમની સ્વર્ગસ્થ પત્નીના જીવન પર આધારિત ફિલ્મમાં ₹30 કરોડથી વધુનું રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમની પત્ની પર ફિલ્મ બનશે અને વધુ નફો મળશે તેવું વચન આપવામાં આવ્યું હતું. ફિલ્મ બની નહી અને તેમનું સપનું ક્યારેય સાકાર થયું નહીં.

છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

બેન્ચે પૂછ્યું કે શું આ ફોજદારી કેસ બાકી રકમ વસૂલવાનો એક રસ્તો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું, "દુર્ભાગ્યવશ, તેમણે FIR રદ કરવાની માંગ કરી નથી. સુપ્રીમ કોર્ટે આ કેસમાં ઇન્દિરા IVF અને ભૂતપૂર્વ ઇન્દિરા એન્ટરટેઇનમેન્ટ LLP, ઉદયપુરના માલિક અજય મુરડિયાને પણ પ્રતિવાદી તરીકે નામ આપ્યા છે. કોર્ટ  30 કરોડની છેતરપિંડીના કેસમાં વિક્રમ ભટ્ટ અને તેની પત્ની શ્વેતાંબરી પરના કેસની આગામી બુધવારે સુનાવણી કરશે.


આ પણ વાંચો : 

  • Follow us on: