તારા સુતારિયાના ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં કયુટ કપલ મનાતા તારા સુતારિયા અને વીર પહાડિયાના મધુર સંબંધનો અંત આવી ગયો. તારા અને વીરનું બ્રેકઅપ થયાના સમાચાર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. તારા સુતારિયા અને વીર પહાડિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પરંતુ હવે એવા અહેવાલ છે કે આ રોમેન્ટીક કપલ અલગ થઈ ગયું છે. તારા અને વીર અલગ થવાનું કારણ એક કોન્સર્ટ હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
તારા સુતારિયા અને વીર પહાડિયાનું બ્રેકઅપ
મીડિયામાં સમાચાર છે કે એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહેલા તારા અને વીર અલગ થઈ ગયા છે. જોકે, બ્રેકઅપનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બંનેમાંથી કોઈએ સત્તાવાર રીતે તેમના બ્રેકઅપની જાહેરાત કરી નથી. સોશિયલ મીડિયામાં એ ચર્ચા છે કે એપી ધિલ્લોનના કોન્સર્ટ બાદ બંનેના સંબંધોમાં તિરાડ આવી છે. આ કોન્સર્ટ મુંબઈમાં થયો હતો. તારા અને વીર બંને એપી ધિલ્લોનના કોન્સર્ટમાં ગયા હતા. જયાં કોન્સર્ટમાં જયારે તારા સ્ટેજ પર ગઈ હતી ત્યારે દરમિયાન એપી ધિલ્લોને તારાને ચુંબન કર્યું હતું. કોન્સર્ટમાં એપી અને તારાના ચુંબન ઉપરાંત ડાન્સના પણ વીડિયો વાયરલ થયા હતા. જેમાં બંને એકબીજાની વધુ નજીક હોવાનું દેખાય છે.













