માધુરી દીક્ષિત અને સલમાન ખાનની 'હમ આપકે હૈ કૌન' ફિલ્મ હિન્દી સિનેમામાં એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ ફિલ્મના ગીતો બહુ લોકપ્રિય થયા હતા. ફિલ્મમાં માધુરી દિક્ષીતની બહેન બનતી અભિનેત્રી રેણુકા શહાણેએ આ ફિલ્મમાં યાદગાર અભિનય કર્યો હતો. 90ના દાયકાની ફિલ્મ જ્યારે થિયેટરમાં રિલીઝ થઈ હતી ત્યારે રેણુકાના પાત્રની જે રીતે એકઝિટ બતાવવામાં આવે છે ત્યારે તમામ દર્શકો થિયેટરમાં રડવા લાગ્યા હતા. રેણુકા શહાણેને આ ફિલ્મે વધુ પ્રસિદ્ધિ અપાવી હતી. હાલમાં જ એક પોડકાસ્ટમાં રેણુકાએ તેના અંગત જીવન વિશે વાત શેર કરી હતી.


કેવી રીતે થયા લગ્ન આપ્યું કારણ

અભિનેત્રી રેણુકા શહાણેએ કહ્યું કે મારા પ્રથમ લગ્ન જીવનમાં મનો કડવો અનુભવ થયો હતો. ત્યારપછી મારા જીવનમાં આશુતોષજી આવ્યા. એક પ્રોગ્રામ દરમિયાન તેમની સાથે મુલાકાત થઈ પછી પરિચય વધવા લાગ્યો. દરમિયાન મને લાગ્યું કે આશુતોષ જ મારા માટે યોગ્ય છે. જો કે આશુતોષજીને હું પસંદ હતી પરંતુ તેઓ તેમના ગુરુને વધારે માને છે. તેમના ગુરુને કારણે જ તેમણે મારી સાથે લગ્ન કર્યા. કારણ કે તેમના આધ્યાત્મિક ગુરુજીએ જ તેમને મારી સાથે લગ્ન કરવા કહ્યું હતું. અમે ડેટિંગ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમના ગુરુજીએ કહ્યું કે આશુતોષજીને કહ્યું કે મેં તારા માટે એક પુત્રવધૂ પસંદ કરી છે. ત્યારે તે ડરી ગયા કે તે કોણ હશે? તેમને ખબર નહોતી કે ગુરુજી મારા વિશે વાત કરી રહ્યા છે. ગુરુજીએ કહ્યું કે તે એક સારી છોકરી છે, તમારે તેનો હાથ માંગવો જોઈએ. અને આ કારણે મારા અને આશુતોષ રાણાના લગ્ન થયા.

પોડકાસ્ટમાં અભિનેત્રીએ કર્યો ખુલાસો

જણાવી દઈએ કે 'હમ આપકે હૈ કૌન' ફેમ રેણુકા શહાણેના લગ્ન હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર આસુતોષ રાણા સાથે થયા છે. આ દંપતીને આ દંપતીને બે બાળકો છે શૌર્યમાન રાણા, સતેન્દ્ર રાણા.બંને તાજેતરમાં એક પોડકાસ્ટમાં અભિનેત્રીએ કેમ આસુતોષ રાણા સાથે લગ્ન કર્યા અને માતા બનવાનાના અનુભવને લઈને ખાસ વાત શેર કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે મને આજે પણ તે ક્ષણ યાદ છે જ્યારે હું 36 વર્ષે માતા બની હતી. મારા જીવનનો સૌથી મોટો દિવસ હતો. આ અનુભવ મારા માટે દુઃખદાયક રહ્યો હતો. કારણ કે જ્યારે મારા પુત્રનો જન્મ થયો ત્યારે સગાસંબંધીઓએ એમ કહી શુભેચ્છા આપી કે સારું છે તમે પુત્રને જન્મ આપ્યો. ડિલીવરી દરમિયાન મારું વજન વધી ગયું હતું. કેટલાક સંબંધીઓએ મને જલદી વજન ઉતારવાની સલાહ આપી હતી. આ સાંભળી મને ઘણું દુઃખ થયું હતું. મને લાગ્યું કે આજે પણ લોકો આવી વિચારસરણી ધરાવે છે.

  • Follow us on: