અક રિપોર્ટ મુજબ બોલીવુડમાં મેડોક હાઉસ પોતાની આગળની નવી ફિલ્મ માટે મોટો ફેસલો લેવાના છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાનવી કપૂરની ફિલ્મને પોસ્ટપોન કરવાના છે. તો સવાલો એમ થઈ રહ્યા છે કે કેમ ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવશે અને કયા કારણોસર આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે? શું તેનું કારણ અજય દેવગન તો નથી ને?


મેડોક હાઉસના મેકર્સનો નિર્ણય

મળતી માહિતી મુજબ, મેડોક હાઉસની ફિલ્મ પરમ સુંદરી માટે હવે બીજો પ્લાન ગોઠવી રહ્યા છે. તે ફિલ્મને હવે પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. અને તે ફિલ્મની તારીખ પણ બદલાવી દેવામાં આવશે. મેકર્સનો પુરુ ધ્યાન હવે 29 ઓગસ્ટ પર છે. અત્યાર સુધી આ ફિલ્મે હજુ સુધી કોઈ સ્લોટ લીધો નથી. પરંતુ તેની બીજી તારીખો માટે ચર્ચા થઈ રહી છે. દિનેશ વિજન પોતાની આ ફિલ્મની રિલીઝ આગળ-પાછળ કરી શકે છે.

ભૂલ ચૂક માફ ફિલ્મને પણ આખરે થિયેટરમાં કરાઈ હતી રિલીઝ

પહેલા પણ આ રીતે જ વીકી કૌશલની ફિલ્મ ઝરા હટકે ઝરા બચકે 3 અઠવાડિયાની અંદર રિલીઝ કરી દેવામાં આવી હતી. અને હવે બીજી બીજુ ભૂલ ચૂક માફને થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવી હતી. ત્યારબાદ હંગામો થઈ ગયો હતો અને તેના લીધે આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવા પડી હતી. જો કે આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. મેકર્સ ક્યારે શું કરે છે તે કોઈ જાણતું નથી. હવે આ નિર્ણય લેય છે કે નહી એ તો સમય જ બતાવશે. જો આ ફિલ્મ એ જ તારીખે રિલીઝ થશે તો બે ફિલ્મો એક જ દિવસે રિલીઝ થશે. આ ફિલ્મ અજય દેવગનની સન ઓફ સરદાર છે. એક જ દિવસે રિલીઝ થશે તે બંને ફિલ્મને નુકસાન થશે એટલા માટે મેકર્સ આ ફિલ્મને પોસ્ટપોન કરવા માગે છે.

વોર 2 પણ આ મહિને થશે રિલીઝ

જો કે ઓગ્સ્ટમાં ઋત્વિક રોશનની અને જુનિયર NTRની ફિલ્મ વોર 2 પણ રિલીઝ થવાની છે. અને તે દરમિયાન રજનીકાંતની કુલી પણ રિલીઝ થવાની છે. હવે જો આ મહિને પરમ સુંદરીની રિલીઝ કરવામાં આવશે ફાયદો થશે કે નુકસના એ તો સમય જ બતાવશે. મેકર્સનો શું નિર્ણય છે એ પરથી ખબર પડશે કે ફિલ્મ કયારે રિલીઝ થશે.


  • Follow us on: