ટીવી અભિનેતા અલી ગોની ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. અભિનેતા અને જાસ્મીન લાંબા સમયથી રિલેશનમાં છે. જયારે હાલમાં અભિનેતા અલી ગોની એક મિસ્ટ્રી ગર્લ સાથે દેખાતા સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો. યુર્ઝસ અલી ગોની અને આ મિસ્ટ્રી ગર્લની કેમેસ્ટ્રી જોઈ અનેક અટકળો લગાવવા લાગ્યા. કોઈએ તો પૂછ્યું પણ કે શું અલીએ જાસ્મીન ભસીન સાથે છેતરપિંડી કરી છે. જયારે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ મિસ્ટ્રી ગર્લની ઓળખ પર સવાલ ઉઠાવવા લાગ્યા ત્યારે આખરે અભિનેતા અલી ગોની એ મૌન તોડયું.
જાસ્મીનને છોડવા પર અલી ગોનીએ તોડયું મૌન
અલી ગોનીએ મિસ્ટ્રી ગર્લ અને જાસ્મીનને છેતરપિંડી કરવાના સવાલો પર સણસણતો જવાબ આપ્યો. સોશિયલ મીડિયામાં મિસ્ટ્રી ગર્લ સાથેનો વિવાદ વધુ વકરે તે પહેલા જ અલી ગોની સ્પષ્ટતા કરી. અલીએ પ્રતિક્રિયા આપતા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મિસ્ટ્રી ગર્લની ઓળખ જાહેર કરી. અલીએ ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું કે તે કોઈ મિસ્ટ્રી ગર્લ નથી પરંતુ તેની ભાભી છે. તેની ગર્લફ્રેન્ડ જાસ્મીન ભસીને પણ મિસ્ટ્રી ગર્લ પર ટિપ્પણી કરતા લખ્યું, "મારી પ્રિય અને શ્રેષ્ઠ છોકરી. હું આ વખતે તમને મળી શકી નહીં. તે અમારી સૌથી પ્રિય ભાભી છે, તેથી કૃપા કરીને શાંત રહો અને તેના પર તમારા પ્રેમનો વરસાદ કરો."













