આ વર્ષે આલિયા ભટ્ટે બીજી વખત રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી,પરંતુ તેના મજૂબ આ વખતની સફર તેના માટે ખૂબ જ ખાસ રહી હતી કારણ કે તેની દીકરી દીકરી રાહા હવે એટલી મોટી થઈ ગઈ છે કે મમ્મીને પૂછે છે, “મમ્મી, તમે ક્યાં જઈ રહ્યા છો? અને ક્યારે પાછા આવશો?” આલિયાએ હળવતમાં કહ્યું કે રાહાનો હવે પાપારાઝી સાથે પણ ‘બંધ’ પડી ગયો છે. તે તેમને ઓળખવા લાગી છે અને તેમની હાજરીમાં ખુશ પણ રહે છે. આલિયા પાકિસ્તાન જશે?
ભવિષ્યમાં કંઇક પણ થઇ શકે : આલિયા
ફેસ્ટિવલ દરમિયાન એક પાકિસ્તાની ફેને હિંમત કરીને સીધો પ્રશ્ન કર્યો, “શું તમે ક્યારેય પાકિસ્તાન આવશો?” આલિયા આ પ્રશ્ન સાંભળી હસી પડી અને ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો કે, “કામ મને જ્યાં લઈ જશે, ત્યાં હું જઈશ.” અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે તે શીખવા અને અનુભવવા હંમેશાં તૈયાર રહે છે. એટલે ભવિષ્યમાં કંઇ પણ શક્ય છે. આલિયાએ એ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરતી વખતે તેને દબાણ નહીં પરંતુ ગર્વ અનુભવાય છે.
20 વર્ષની આલિયા બદલાઈ ગઈ છે
જ્યારે આલિયા 20 વર્ષની હતી, ત્યારે તે ઘણું બધું કરવા માંગતી હતી, તેથી તે દરેક જગ્યાએ ગઈ અને દરેક ક્ષેત્રમાં પ્રવેશી. કાન્સ અને મેટ ગાલા જેવા વૈશ્વિક કાર્યક્રમો માટેની તેની તૈયારીઓ વિશે, તેણે મજાકમાં કહ્યું કે બહારના બધા ગ્લેમર પછી, તે હોટેલમાં જતી અને તેના પાયજામામાં પીઝા ખાતી. તેણે 20ના દાયકાને યાદ કરતાં, કહ્યું, "તે ઉંમરે, હું દરેક જગ્યાએ હતી. હું ખૂબ જ ઉત્સાહી અને ખૂબ જ મહેનતુ હતી. પરંતુ હવે, દસ વર્ષ પછી, મારી વિચારસરણી બદલાઈ ગઈ છે. ઉત્સાહ હજુ પણ છે, પરંતુ હવે મારો અભિગમ થોડો શાંત અને વધુ વિચારશીલ છે."
વિચારોમાં પણ આવ્યો બદલાવ
આલિયાએ સ્વીકાર્યું કે તેના વિચારોમાં ઘણો બદલાવ આવ્યો છે. તેણે કહ્યું કે 17 કે 18 વર્ષની ઉંમરે તે ખૂબ જ નીડર હતી. તે કંઈ જાણતી ન હતી અને દરેક બાબતમાં પોતાનું સર્વસ્વ લગાવી દેતી હતી. પરંતુ સમય જતાં, સફળતા, હાર અને અનુભવો લોકોને વધુ સાવધન બનાવે છે. છતાં, તે કહે છે કે તે 18 વર્ષની બહાદુર યુવતીને જીવંત રાખવા માંગે છે.
આ પણ વાંચો : Entertainment : 50 વર્ષની ઉંમરે પણ સિંગલ છે અક્ષય ખન્ના, જાણો કેવી જીવનસાથી શોધી રહ્યા છે?