મનોજ બાજપેયીની "ગવર્નર" આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. જો તમે તેને જોવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેનો રિવ્યૂ જાણી લો. અભિનયના શહેનશાહ ગણાતા મનોજ બાજપેયીની 'ગવર્નર ધ સાયલન્ટ સેવિયર' ફિલ્મ એક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ છે. સનશાઇન પિક્ચર્સના બેનર હેઠળ વિપુલ અમૃતલાલ શાહ દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ મનોજ બાજપેીયની આ ફિલ્મ 1990 ના દાયકામાં ભારતના આર્થિક સંકટ સાથે જોડાયેલી વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત છે. 1990 ના દાયકામાં દેશના આર્થિક સંકટ દરમિયાન RBI ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવેલા એ. રામાનનની ભૂમિકા બાજપેયી ભજવી રહ્યા છે.


મનોજ બાજપેયીની ફિલ્મ, કલાસ જોનારા દર્શકોને પસંદ આવશે

આજકાલ સિનેમાઘરોમાં એવી ફિલ્મોનો ભરમાર છે જ્યાં તમારે તમારું મગજ ઘરે મૂકીને જવું પડે છે. પરંતુ મનોજ બાજપેયીની આ ફિલ્મ તેનાથી સાવ વિપરીત છે. 'ગવર્નર ધ સાયલન્ટ સેવિયર' ફિલ્મ એક અત્યંત સમજદાર અને બુદ્ધિશાળી સિનેમા છે. કલાસ ફિલ્મ જોનારા લોકો માટે આ ફિલ્મ બેસ્ટ છે. આ ફિલ્મ માણવા માટે તમારે માત્ર મગજ સાથે રાખવું જ નહીં, પણ તેનો પૂરો ઉપયોગ પણ કરવો પડશે. આવી ઉમદા ફિલ્મો ક્યારેક જ બને છે, અને એક જાગૃત દર્શક તરીકે તે જોવાની જવાબદારી હવે આપણી છે.

ભારત નાદારીની અણી પર, RBIના ગર્વનરે ઉગાર્યું

વાર્તા આપણને ૧૯૯૦ ના દાયકાના એવા દોરમાં લઈ જાય છે, જે રાજકીય અસ્થિરતા, આર્થિક સંકટ અને ઉથલપાથલથી ભરેલો હતો. દેશ આર્થિક રીતે તૂટી પડવાની અણી પર હતો, અને એવા કટોકટીના સમયે એક વ્યક્તિને અચાનક ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર બનાવવામાં આવે છે — એસ. વેંકિટરામનન. આ ફિલ્મ એ વાતની રોમાંચક સફર છે કે કેવી રીતે આ એક માણસે પોતાની કુશળતાથી દેશને આ ભયાનક નાણાકીય સંકટમાંથી બહાર કાઢ્યો. જો આ માણસ ન હોત, તો કદાચ આજનું ભારત કંઈક અલગ જ હોત.

દેશના આર્થિક સંકટ  RBI ગર્વનરને પડકાર

એકબાજુ આખી સિસ્ટમ જયારે તેમના વિરુદ્ધ કામ કરી રહી હતી ત્યારે RBIના ગર્વનરને રાષ્ટ્રને નાણાકીય પતનની અણી પરથી પાછું ખેંચવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ પાત્ર ભજવવું મારે માટે પડકાર રૂપ હતું તેવું મનોજ બાજપેયીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત જયારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું હતું ત્યારે પોસ્ટ શેર કરતાં મનોજ બાજપેયીએ લખ્યું, “જો હું નિષ્ફળ જાઉં તો... ભારત નિષ્ફળ જાય છે.” અભિનેતાએ આ ફિલ્મને એક બહાદુર, ગુમનામ નાયકની અનકહી વાર્તા તરીકે વર્ણવી જેણે દેશને તેના સૌથી મુશ્કેલ આર્થિક સમયગાળામાંથી બચાવ્યો.

મનોજ બાજપેયીનો વન-મેન શો, ફિલ્મની વિશેષતા

આ ફિલ્મ જોવાનું સૌથી મોટું અને મજબૂત કારણ મનોજ બાજપેયી છે. તે ફરી એકવાર સાબિત કરે છે કે કેમ તે આપણા સમયના સર્વશ્રેષ્ઠ અભિનેતા છે. એક દક્ષિણ ભારતીય મૂળના ગવર્નરના પાત્રમાં તે આબેહૂબ ઉતરી ગયા છે. આ ફિલ્મમાં કોઈ લાક્ષણિક બોલિવૂડ મસાલો, ધમાકેદાર એક્શન કે ખોટું નાટકીયકરણ નથી. ફિલ્મનો ટોન ખૂબ જ ગંભીર અને જવાબદારીપૂર્વકનો છે. મસાલા ફિલ્મોના શોખીનોને આ ધીમી કે કંટાળાજનક લાગી શકે, પરંતુ ગંભીર સિનેમાના ચાહકો માટે આ એક માસ્ટરપીસ છે. તમને દેશના ઇતિહાસ, અર્થતંત્ર અને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત બુદ્ધિશાળી ફિલ્મો જોવી ગમતી હોય, તો આ ફિલ્મ બિલકુલ ચૂકવા જેવી નથી.


આ પણ વાંચો : Trending Movie : 3 દિવસમાં 63 દેશોમાં નંબર વન બની આ ફિલ્મ, દુનિયાભરમાં છવાયો ક્રેઝ!

  • Follow us on: