સાઉથ ફિલ્મોના મોટા સ્ટાર અલ્લુ અર્જુને એક મોટી સિદ્ધિ મેળવી છે. નેશનલ એવોર્ડ વિજેતા એક્ટરને ફોર્બ્સ ઇન્ડિયા શોસ્ટોપર્સ 2026ની લિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેમના સિવાય રામ ચરણને પણ આ લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેલુગુ સિનેમાની આ 2 લોકપ્રિય હસ્તીઓને જ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. અલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે અને તેમની ફિલ્મોને ફેન્સ ખૂબ પસંદ કરે છે. જોકે પુષ્પા 2 ફિલ્મ બાદ તેમની લોકપ્રિયતા દુનિયાભરમાં જોવા મળી. હવે ફોર્બ્સે પણ તેમને સન્માન આપ્યું છે.

અનીત પડ્ડાનું નામ પણ આ લિસ્ટમાં છે સામેલ 

આ ઉપરાંત આ લિસ્ટમાં બીજા ઘણા કલાકારોના નામ પણ સામેલ છે. લિસ્ટમાં એન્ટરટેઇનમેન્ટ અને ક્રિકેટની દુનિયાના દિગ્ગજોના નામ છે. સૈયારા ફિલ્મની એક્ટ્રેસ અનીત પડ્ડાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. જ્યારે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

ફોર્બ્સની ટોપ 100 લિસ્ટમાં કોણ કોણ?

આ લિસ્ટમાં આમિર ખાન, અભિષેક બેનર્જી, આદિત્ય ધર, અહાન પાંડે, અક્ષય કુમાર, અક્ષય ખન્ના, અમિતાભ બચ્ચન, અનીત પડ્ડા, એ આર રહેમાન, બોબી દેઓલ, ભૂમિ પેડનેકર, દિલજીત દોસાંઝ, જયદીપ અહલાવત, ઈશાન ખટ્ટર, હુમા કુરેશી, કલ્યાણી પ્રિયદર્શન, કોંકણા સેન શર્મા, લક્ષ્ય લાલવાણી, મામૂટી, મોહનલાલ, પ્રીતમ, રજનીકાંત, રણવીર સિંહ, રસિકા દુગ્ગલ, રાની મુખર્જી, શેફાલી શાહ, શ્રેયા ઘોષાલ, સ્મૃતિ મંધાના, સુનિધિ ચૌહાણ, તૃપ્તિ ડિમરી, વિકી કૌશલ અને ઝાકિર ખાનના નામ સામેલ છે.

અલ્લુ અર્જુન કઈ ફિલ્મોમાં જોવા મળશે?

અલ્લુ અર્જુનની વાત કરીએ તો પુષ્પા 2 દ્વારા તેમણે સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી હતી અને આ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી 4થી ફિલ્મ છે. આ ફિલ્મ ઉપરાંત તેઓ રાકા નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને ફેન્સમાં ખૂબ ઉત્સાહ છે. આ ફિલ્મનું ડિરેક્શન એટલી કરી રહ્યા છે અને તેમાં અલ્લુ અર્જુનની સામે દીપિકા પાદુકોણ પણ જોવા મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો-Toxicની પણ ન પડી કોઈ અસર! હનુમાન અંશ ફિલ્મે 20મા દિવસે રચ્યો કમાણીનો રેકોર્ડ!