ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પર જ્યાં દેશભરમાં બાપ્પાના આગમનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યાં બોલીવુડ ચાહકો માટે પણ એક મોટી ખુશખબર સામે આવી છે. આ શુભ પ્રસંગે હિન્દી સિનેમાની બહુપ્રતિક્ષિત પૌરાણિક ફિલ્મ "રામાયણ: ભાગ ૧"નું નવું 'સિયા રામ' પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. નિર્માતાઓએ ગણેશોત્સવના ખાસ દિવસે ભગવાન રામ અને માતા સીતાના રૂપમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીનું આ ખાસ પોસ્ટર જાહેર કરીને ફેન્સને એક ઉત્સવની ભેટ આપી છે. સોશિયલ મીડિયા પર આ વાયરલ પોસ્ટરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે.

શું સાઈ પલ્લવી સીતાના પાત્ર ફેન્સને પસંદ આવશે

અગાઉ કાસ્ટિંગની જાહેરાત અને ટ્રેલર ઝલક બાદ સાઈ પલ્લવીના સીતા તરીકેના પાત્ર અંગે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. પરંતુ આ નવું 'સિયા રામ' પોસ્ટર સામે આવ્યા પછી ચાહકો સાઈ પલ્લવીના લુકથી અત્યંત પ્રભાવિત થયા છે. માતા સીતાના રોલમાં તેની સાદગી અને દિવ્યતાના નેટીઝન્સ મુક્તકંઠે વખાણ કરી રહ્યા છે અને રણબીર-સાઈની જોડીને પરફેક્ટ ગણાવી રહ્યા છે.

રામાયણ ભાગ 1 નું સિયા રામ પોસ્ટર

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ "રામાયણ"ને ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી ભવ્ય ફિલ્મોમાંથી એક માનવામાં આવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ) અને સાઈ પલ્લવી (માતા સીતા) ઉપરાંત દક્ષિણ ભારતના સુપરસ્ટાર યશ 'રાવણ'ના દમદાર રોલમાં જોવા મળશે. આ મોગા બજેટ ફિલ્મ "રામાયણ: ભાગ ૧" આગામી દિવાળીએ સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે પૂરી રીતે તૈયાર છે.

ગણેશ ચતુર્થી પર નિર્માતાની પોસ્ટ

રામાયણ ફિલ્મના નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ સાથે આ માહિતી શેર કરી. તેમણે લખ્યું, "દરેક શુભ શરૂઆત પ્રાર્થનાથી શરૂ થાય છે. આ ગણેશ ચતુર્થીએ, 'રામાયણ' ની સંગીત યાત્રા સવારે 7:30 વાગ્યે અમારા 'સિયા રામ પોસ્ટર' ના અનાવરણ સાથે શરૂ થાય છે. આ પછી ટૂંક સમયમાં અમારી પહેલી સંગીત ભેટ, 'જય જય રામ' આવશે. સંગીત: એ.આર. રહેમાન, ગીતો: ડૉ. કુમાર વિશ્વાસ, ગાયકો: શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંહ. આ પોસ્ટ શેર કરતી વખતે, તેમણે કેપ્શનમાં લખ્યું, 'ગણપતિ બાપ્પાના આશીર્વાદથી, આપણે આવતીકાલે 'રામાયણ' ની સંગીત યાત્રા શરૂ કરી રહ્યા છીએ.'


આ પણ વાંચો : Ranveer Singh BMW India: રણવીર સિંહની એક જાહેરાતની ફી સાંભળીને ચોંકી જશો! BMW કારની એડ માટે મળ્યા અધધ..રૂપિયા!