મનોજ બાજપેયીની ફિલ્મ "ઘુસખોર પંડિત" તેના ટાઈટલને લઈને વિવાદમાં સપડાઈ છે. આ ફિલ્મના નામને લઈને બ્રાહ્મણ સમુદાય દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. બ્રાહ્મણ સમુદાયને કથિત રીતે બદનામ કરતું શીર્ષક પસંદ કરવા બદલ નિર્માતાઓની સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા થઈ હતી. "ઘુસખોર પંડિત"નો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે FIR અને કોર્ટ સુધી મામલો પહોંચ્યો. આ મામલે હવે નવી અપડેટ સામે આવી છે. મનોજ બાજપેયીની ફિલ્મના ટાઈટલને લઈને આટલા હોબાળો બાદ હવે નેટફ્લિક્સ પોતાની ભૂલ સ્વીકારી અને નામ બદલવાનો નિર્ણય લીધાનું કોર્ટને જણાવ્યું.
"ઘુસખોર પંડિત"નું બદલાશે નામ
"ઘુસખોર પંડિત" ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી તેના નામના કારણે લોકોના રોષનો ભોગ બની. સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા થયા બાદ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આટલા હોબાળા બાદ આખરે ફિલ્મ નિર્માતા જાગ્યા. 'ઘુસખોર પંડિત'ના નિર્માતાઓએ તેમની ફિલ્મનું નામ બદલવાનો સભાન નિર્ણય લીધો છે. નેટફ્લિક્સે દિલ્હી હાઈકોર્ટને જાણ કરી કે તે તેની આગામી ફિલ્મ "ઘુસખોર પંડિત"નું નામ બદલશે.
નેટફલિકસે નામ બદલવાનો લીધો નિર્ણય
દિલ્હી હાઈકોર્ટમાં "ઘુસખોર પંડિત"ને લઈને અરજી દાખલ કરાઈ હતી. જેમાં ફિલ્મના શીર્ષકમાં બ્રાહ્મણ સમુદાયને બદનામ કરવાનો આરોપ મૂકયો હતો. દરમિયાન તાજેતરમાં નેટફ્લિકસે "ઘુસખોર પંડિત"નું નામ બદલવામાં આવશે તેમ કોર્ટને જણાવ્યું હતું. કંપનીના વકીલે કોર્ટને માહિતી આપી કે ફિલ્મ સંબંધિત તમામ પ્રમોશનલ સામગ્રી સોશિયલ મીડિયા પરથી પહેલાથી જ દૂર કરી દેવામાં આવી છે. અનેક એફઆઈઆર, સોશિયલ મીડિયા પર વધતા દબાણ અને દેશભરમાંથી પ્રતિબંધની માંગણીઓ પછી આવ્યો છે. આ રજૂઆત બાદ, દિલ્હી હાઈકોર્ટે ફિલ્મ "ઘુસખોર પંડિત" ની રિલીઝ અને સ્ટ્રીમિંગ પર રોક લગાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી.
બ્રાહ્મણ સમુદાયના રોષ બાદ, નિર્માતાઓ આવ્યા ઘૂંટણિયે
બ્રાહ્મણ સમુદાયનો આક્ષેપ હતો કે ફિલ્મનું ટાઈટલ ચોક્કસ વર્ગને નિશાન બનાવે છે. 'ઘુસખોર પંડિત'નો અર્થ 'ભ્રષ્ટ પંડિત' થાય છે. 'પંડિત' શબ્દનો ઉપયોગ, સામાન્ય રીતે બ્રાહ્મણ સમુદાય સાથે સંકળાયેલો છે. ફિલ્મનું આ ટાઈટલ નકારાત્મક ધારણાઓને મજબૂત બનાવે છે અને નુકસાનકારક પણ હોઈ શકે છે. ટીઝર અને પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફિલ્મના શીર્ષક સામે વિરોધ પ્રદર્શનો અને ફિલ્મ બહિષ્કારની હાકલ કરવામાં આવી હતી. આ વિવાદ વધુ ઉગ્ર બન્યા બાદ આખરે કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો. કોર્ટ નિર્ણયાક ફેંસલો આપે તે પહેલા જ નેટફલ્કિસે નામ બદલવાની જાહેરાત કરી.
આ પણ વાંચો : Entertianment : કોણ છે અલી ગોની સાથે દેખાયેલી મિસ્ટ્રી ગર્લ ? જાસ્મીન સાથે છેતરપિંડીના આરોપો પર અભિનેતાએ આપ્યો સણસણતો જવાબ