બોલીવુડના હીરો નંબર 1 ગોવિંદા અવારનવાર પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે એક્ટરે પોતાની જિંદગી સાથે જોડાયેલો એક જૂનો કિસ્સો ફેન્સ સાથે શેર કર્યો છે. હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ જણાવ્યું કે તેમની માતા નિર્મલા દેવીના નિધનથી તેઓ ખૂબ જ તૂટી ગયા હતા. માતાના નિધનથી તેઓ એટલા આઘાતમાં હતા કે નર્મદા નદીમાં પોતાનો જીવ લેવાના વિચાર સાથે નદીમાં ઉતરી ગયા હતા. આ વાતથી ફેન્સ પણ પરેશાન થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર એક્ટરનું આ નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. 

ગોવિંદાએ શેર કર્યો જૂનો કિસ્સો

ગોવિંદાએ હાલમાં ANI સાથે વાતચીત દરમિયાન પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલું એક ઊંડું રહસ્ય જણાવ્યું છે. એક્ટરે કહ્યું કે જ્યારે તેમની માતા નિર્મલા દેવીનું નિધન થયું હતું, ત્યારે તેઓ ખૂબ જ તૂટી ગયા હતા. આ કિસ્સાને યાદ કરતાં એક્ટરે કહ્યું, હું ખૂબ જ દુઃખમાં હતો. મને લાગવા લાગ્યું હતું કે બધું જ પૂરું થઈ ગયું છે. આ દુઃખમાંથી કેવી રીતે બહાર આવવું તે મને સમજાતું નહોતું. હું નર્મદા નદી પાસે હતો. મને લાગ્યું કે જો હું નદીમાં થોડો આગળ જઈશ તો હું મારી માતાને મળી શકીશ અને આ વિચાર સાથે હું નદીમાં ઉતરી ગયો.
https://x.com/ANI/status/2086414688946954445

માતાના નિધનથી તૂટી ગયા હતા ગોવિંદા

એક્ટરે આગળ કહ્યું, એક સમયે મને પોતાનો જીવ લેવાનો વિચાર પણ આવી રહ્યો હતો. હું મારી માતાને ખૂબ પ્રેમ કરતો હતો અને તેમની સાથે ખૂબ ઊંડો સંબંધ હતો. એક્ટરે જણાવ્યું કે જ્યારે તેઓ નદીમાં ઉતરી ગયા હતા, ત્યારે રામ કુંડલ નામના એક પૂજારીએ તેમને જોયા અને બહાર આવવામાં મદદ કરી. ત્યારબાદ તેમને સમજાયું કે તેઓ જે કરવા જઈ રહ્યા હતા તે ખોટું હતું. ત્યારબાદ તેઓ પાછળ હટી ગયા. આ ઘટનામાંથી તેમણે શીખ લીધી અને પોતાને સમજાવ્યું કે તેમણે પોતાના બાળકો માટે જીવવું છે.

ક્યારે થયું હતું એક્ટરની માતાનું નિધન?

ગોવિંદાના આ ખુલાસાને સાંભળીને ફેન્સ પણ ચોંકી ગયા છે. ગોવિંદા ઘણા વર્ષોથી આ વાત પોતાના મનમાં રાખીને બેઠા હતા અને હવે તેમણે ફેન્સ સાથે આ કિસ્સો શેર કર્યો છે. જણાવી દઈએ કે ગોવિંદાની માતા નિર્મલા દેવી જાણીતી શાસ્ત્રીય ગાયિકા અને એક્ટ્રેસ હતાં. વર્ષ 1996માં 69 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. ગોવિંદાએ પણ પોતાની માતાના પગલે ચાલીને બોલીવુડમાં એવું સ્થાન મેળવ્યું, જે મેળવવાનું સપનું દરેક કલાકાર જુએ છે.

આ પણ વાંચો-Aamir Khan ચોથા લગ્ન ક્યારે કરશે? KBC 18ના પ્રોમો પર યુઝર્સે કરી આવી કોમેન્ટ્સ!