અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા લાંબા સમયથી પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. બંને વચ્ચેનો અણબનાવ હવે જાહેરમાં પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગોવિંદા અને સુનીતાના છૂટાછેડાને લઈને સમાચાર આવ્યા હતા. એવા અહેવાલ હતા કે સુનીતાએ છૂટાછેડા માટે કેસ કર્યો છે. બુધવારે સુનીતા ફેમિલી કોર્ટની બહાર પણ જોવા મળી હતી. ત્યારથી બંનેના છૂટાછેડાના સમાચારને વધુ વેગ મળ્યો હતો. જોકે, હવે સુનીતા ફેમિલી કોર્ટમાં શા માટે ગઈ હતી તેનું કારણ સામે આવ્યું છે.
છૂટાછેડાનો કેસ પાછો લેવા કોર્ટ પહોંચી હતી સુનીતા
સુનીતા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ પાછો લેવા માટે ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ, સુનીતાએ છૂટાછેડાનો કેસ કર્યો હતો અને એ જ કેસ પાછો ખેંચવા માટે તે ફેમિલી કોર્ટ પહોંચી હતી.
ગોવિંદાના મેનેજરે પણ કરી પુષ્ટિ
ગોવિંદાના મેનેજર શશી સિંહાએ પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, એકવાર તે કોર્ટ પહોંચી ગઈ તો આખી દુનિયાને ખબર પડી ગઈ. શું દુનિયાને આ જાણવાની જરૂર હતી? તેની કોઈ જરૂર નથી. પરિવારની વાતો પરિવાર સુધી જ રહેવી જોઈએ. બેસીને વાત કરવાથી ઘણી બાબતો ઠીક થઈ જાય છે. જો આજે કેસ પાછો જ લેવો હતો, તો કેસ કર્યો જ શા માટે હતો? આ વાતનું મને દુઃખ થાય છે. આપણે તમાશો શા માટે બનીએ? બધું ખૂબ અચાનક થયું. ગોવિંદાની કોઈ પ્રતિક્રિયા નથી. ભગવાન સૌને સદબુદ્ધિ આપે. સૌ સમજદારીથી કામ કરે. મેં હંમેશા ગોવિંદા, સુનીતા અને તેમના બાળકો માટે સારું જ કહ્યું છે.
આ ફિલ્મથી ગોવિંદા કમબેક કરી રહ્યા છે
ગોવિંદા અને સુનીતા વચ્ચે લાંબા સમયથી અણબનાવ જોવા મળી રહ્યો છે. સુનીતા ગોવિંદા પર અનેક આરોપો પણ લગાવી ચૂકી છે. તેણે ગોવિંદાને સુગર ડેડી પણ કહ્યા હતા. ગોવિંદા રાની સ્વર્ણકાર સાથે એક ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ રૂપા છે અને ગોવિંદાએ તેની સત્તાવાર જાહેરાત પણ કરી છે. ગોવિંદા અને રાનીને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. તાજેતરમાં બંને એરપોર્ટ પર પણ જોવા મળ્યા હતા.
સુનીતા અને ગોવિંદા વચ્ચે શરૂ થઈ શાબ્દિક જંગ
ગોવિંદા અને રાનીને લઈને સુનીતાએ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી. સુનીતાએ કહ્યું હતું કે ફિલ્મનું પ્રમોશન થઈ રહ્યું છે, પરંતુ પ્રમોશન માટે પહેલાં ફિલ્મ તો બને. ફિલ્મ બન્યા પહેલાં જ પ્રમોશન થઈ રહ્યું છે. તેમણે ગોવિંદા પર પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે ફરવાનો આરોપ પણ લગાવ્યો હતો. રાની વિશે વાત કરતાં સુનીતાએ કહ્યું હતું કે જો આટલા પૈસાવાળો માણસ સાથે છે તો કપડાં તો યોગ્ય રીતે પહેરવા જોઈએ.
મર્યાદામાં રહેવું જોઈએ: ગોવિંદા
ત્યારબાદ ગોવિંદાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. ગોવિંદાએ કહ્યું હતું કે સુનીતાએ પોતાની મર્યાદામાં રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે સુનીતા તેમનું નામ ખરાબ કરવાની કોઈ કસર છોડી રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણા મોટા કલાકારોએ પોતાના કરતાં નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, પરંતુ સુનીતા તેમને બદનામ કરી રહી છે.
આ પણ વાંચો-Reality Show : બિગ બોસની એ હસીના જેણે વટાવી હતી બધી હદો, સલમાન ખાને બતાવ્યો હતો ઘરની બહારનો રસ્તો!