ગોવિંદા અને સુનીતા આહુજાના લગભગ 40 વર્ષ જૂના લગ્નજીવનની ચર્ચા ફરી એકવાર ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી બંનેના સંબંધોમાં તણાવ અને અલગ રહેવાની અફવાઓ સામે આવી રહી હતી. આ દરમિયાન 19 ઓગસ્ટ 2026ના રોજ સુનીતા આહુજા મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યાં હતા, ત્યારબાદ છૂટાછેડાની ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું. જોકે, થોડા કલાકો બાદ ગોવિંદાના મેનેજર શશી સિન્હાએ સ્પષ્ટ કર્યું હતું કે સુનીતા કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કરવા નહીં, પરંતુ અગાઉથી ચાલી રહેલો કેસ પાછો ખેંચવા માટે પહોંચ્યાં હતા. મેનેજરના જણાવ્યા અનુસાર હવે બંને વચ્ચે અલગાવ નથી અને સુનીતાએ પોતાનો નિર્ણય બદલીને છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી છે.

સુનીતાએ 2024માં ગોવિંદા સામે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી

અહેવાલો અનુસાર સુનીતાએ ડિસેમ્બર 2024માં ગોવિંદા સામે છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. ત્યારથી બંનેના સંબંધોને લઈને સતત ચર્ચા થતી રહી હતી. હવે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધા બાદ સૌથી મોટો સવાલ એ છે કે બંનેના સંબંધોમાં એવું શું થયું હતું કે મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને પછી સુનીતાએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો? 

સુનીતાએ ક્યારે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો?

અહેવાલો અનુસાર સુનીતા આહુજાએ 5 ડિસેમ્બર 2024ના રોજ મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ગોવિંદા સામે છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. જોકે, બંનેએ પોતાના છૂટાછેડાના મામલે ખુલ્લેઆમ વાત કરી નહોતી. ઓગસ્ટ 2025માં ગોવિંદાના વકીલે જણાવ્યું હતું કે તે સમયે બંને વચ્ચે સત્તાવાર રીતે અલગાવ થયો નહોતો, પરંતુ તેમના છૂટાછેડાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.

કયા કારણોસર સુનીતાએ કેસ દાખલ કર્યો હતો?

અહેવાલો અનુસાર સુનીતા આહુજાની છૂટાછેડાની અરજી હિંદુ મેરેજ એક્ટ, 1955ની કલમ 13(1)(i), 13(1)(ia) અને 13(1)(ib) હેઠળ દાખલ કરવામાં આવી હતી. આ કલમોમાં વ્યભિચાર, ક્રૂરતા અને ત્યાગ જેવા કારણો સામેલ છે. આ જ કારણોને ગોવિંદાથી છૂટાછેડા માંગવા પાછળનું કારણ જણાવવામાં આવ્યું હતું. આ અરજી વિશે ધ ઇન્ડિયન એક્સપ્રેસ એ પણ પોતાના અહેવાલમાં માહિતી આપી હતી. ગોવિંદાનું નામ અગાઉ પણ તેમની અનેક સહ-અભિનેત્રીઓ સાથે જોડાતું રહ્યું છે, પરંતુ આ પહેલીવાર હતું જ્યારે સુનીતા આહુજાએ જાહેરમાં અભિનેતા પર સવાલ ઉઠાવ્યા હતા.

સુનીતા આહુજાએ શું કહ્યું હતું?

સુનીતા ઘણીવાર ગોવિંદા અને તેમની ફિલ્મ રૂપ કી રાની ચોરોં કા રાજાની સહ-અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકારના સંબંધને લઈને સવાલ ઉઠાવતા રહ્યા છે. તાજેતરમાં બંને સાથે જોવા મળ્યા બાદ સુનીતાએ તેમના પર નિશાન સાધ્યું હતું. સુનીતાએ કહ્યું હતું, ફિલ્મ બનવી પણ જોઈએ. ફિલ્મ બન્યા બાદ પ્રમોશન થાય છે. શું કહેવાનું... દીકરીની ઉંમરની છોકરી સાથે ફરી રહ્યો છે, તેને થોડી શરમ આવવી જોઈએ અને સ્ટાન્ડર્ડ પણ હોવો જોઈએ. તમારો સુગર ડેડી આટલો અમીર છે તો કપડાં તો યોગ્ય પહેરો. અમને જુઓ, અમે કઈ સ્ટાઇલમાં ફરીએ છીએ. ખૂબ ખરાબ, તેણે પોતાનું મગજ ગુમાવી દીધું છે.
https://www.instagram.com/p/DLHPg2xhiGN/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

સુનીતાની આ ટિપ્પણી પર ગોવિંદાએ પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, તમે એક પણ તક નથી છોડતા કે હું લોકોના દિલમાંથી ઉતરી જાઉં. પ્રસિદ્ધિ, માન-સન્માન, સંપત્તિ બધું મળ્યું છે, ઉપરવાળાએ આપ્યું છે. તેનો અર્થ એ નથી કે જેની પાસે નથી તેને તમે અપમાનિત કરો. તમે થોડી મર્યાદામાં રહો.

સુનીતા-ગોવિંદાના કેસમાં હવે શું થયું?

બુધવારે સુનીતા આહુજા મુંબઈની ફેમિલી કોર્ટની બહાર જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમના અને ગોવિંદાના સંબંધોમાં ચાલી રહેલા મતભેદની ચર્ચાએ ફરી જોર પકડ્યું હતું. જોકે, સુનીતા કોર્ટમાંથી બહાર નીકળ્યાના થોડા કલાક બાદ ગોવિંદાના મેનેજરે સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુનીતા ત્યાં છૂટાછેડાનો કેસ દાખલ કરવા નહીં, પરંતુ અગાઉથી દાખલ કરેલો કેસ પાછો ખેંચવા માટે ગયાં હતા.

આ પણ વાંચો-South Megastar : 1650 કરોડનું સામ્રાજ્ય અને રાજા જેવી લક્ઝરી લાઈફ! કરોડો કમાય છે સ્ટાર ચિરંજીવી!