અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની મચ અવેટેડ ફિલ્મ હૈવાન 11 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. ક્રાઈમ થ્રિલર ફિલ્મની પહેલા દિવસની કમાણી પણ સામે આવી ગઈ છે. ફિલ્મની શરૂઆત ઘણી ધીમી રહી છે. બીજી તરફ હનુમાન અંશનો બોક્સ ઓફિસ પર દબદબો યથાવત છે. ફિલ્મ એક મહિના બાદ પણ રેકોર્ડતોડ કમાણી કરી રહી છે.
હૈવાને પહેલા દિવસે કેટલી કમાણી કરી?
હૈવાન ફિલ્મ પાસેથી સૌને ઘણી આશા હતી. પરંતુ એવું લાગી રહ્યું છે કે હનુમાન અંશની લહેર અને મિર્ઝાપુર ધ મૂવીની ચર્ચા વચ્ચે ફિલ્મ પાછળ રહી ગઈ છે. 7 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ થયેલી હૈવાન એ પહેલા દિવસે આશા કરતાં ઘણી ઓછી કમાણી કરી છે. Sacnilkના અહેવાલ મુજબ, હૈવાનએ પહેલા દિવસે 3 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે. આ સાથે ભારતમાં ફિલ્મની કુલ ગ્રોસ કમાણી 3.60 કરોડ રૂપિયા થઈ છે. બીજી તરફ વિદેશમાં ફિલ્મે કુલ 1.00 કરોડ રૂપિયાની ગ્રોસ કમાણી કરી છે, જેના કારણે ફિલ્મની કુલ વર્લ્ડવાઈડ ગ્રોસ કમાણી 4.60 કરોડ રૂપિયા થઈ છે. હૈવાનની નિરાશાજનક શરૂઆત વચ્ચે હનુમાન અંશએ કોઈપણ અડચણ વગર બોક્સ ઓફિસ પર પોતાની પકડ જાળવી રાખી છે.
