હરિયાણવી અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દિવ્યાંકા સિરોહીનું મંગળવાર, 21 એપ્રિલના રોજ 30 વર્ષની વયે નિધન થયું છે. તે તેમના લોકપ્રિય મ્યુઝિક વીડિયો માટે જાણીતી હતી અને સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અહેવાલો અનુસાર, દિવ્યાંકાનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર તેમના ભાઈ હિમાંશુ સિરોહીએ કર્યા હતા. દિવ્યાંકા સિરોહીના મૃત્યુ બાદ હવે તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં તેણે બ્લુ કલરના લહેંગા-ચોલી પહેરેલા છે.
દિવ્યાંકા સિરોહીની છેલ્લી પોસ્ટ વાયરલ
હરિયાણવી અભિનેત્રીની છેલ્લી પોસ્ટ તેનો એક ડાન્સ વીડિયો છે, જેમાં તે બરસાના મિલા હૈ ગીત પર ઝૂમતી જોવા મળી રહી છે. આમાં તે બ્લુ ફ્લોરલ પ્રિન્ટવાળા વ્હાઇટ લહેંગા-ચોલીમાં સજ્જ જોવા મળે છે. તેનો આ સ્લો મોશન વીડિયો બી પ્રાક, અફસાના ખાન અને મીર દેસાઈના ગીતને કારણે ચર્ચામાં છે. હવે આ જ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં લોકો દિવ્યાંકાના અચાનક અવસાન પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
કોણ છે દિવ્યાંકા સિરોહી?
19 નવેમ્બર, 1996ના રોજ જન્મેલી આ અભિનેત્રીએ મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી BCA કર્યું હતું અને બાદમાં સિક્કિમથી MBAની ડિગ્રી મેળવી હતી. તેના પરિવારમાં તેનો ભાઈ હિમાંશુ અને બહેનો દીપાંશુ અને જસમીત છે. તે સમયે દિવ્યાંકા ગાઝિયાબાદમાં તેના પરિવાર સાથે રહેતી હતી. દિવ્યાંકા 50 થી વધુ હરિયાણવી ગીતોમાં જોવા મળી હતી અને તેણે આ ઈન્ડસ્ટ્રીના માસૂમ શર્મા, અમિત સૈની રોહતકિયા અને KD જેવા મોટા નામો સાથે સ્ક્રીન શેર કરી હતી. તે હરિયાણવી સંગીતના દર્શકોમાં જાણીતો ચહેરો હતી.
દિવ્યાંકા સિરોહી કેવી રીતે પ્રખ્યાત થઈ?
એક ઈન્ટરવ્યુમાં દિવ્યાંકાએ તેની કારકિર્દી અને અભિનયના શોખ વિશે વાત કરતા કહ્યું હતું કે, મને બાળપણથી જ એક્ટિંગ અને ડાન્સનો શોખ હતો. દિવાળીની આસપાસ મેં બ્લુ કલરનો સૂટ પહેરીને TikTok પર પંજાબી ગાયિકા સુનંદા શર્માના ગીત મેરી મમ્મી નૂ પસંદ ની તૂ પર એક વીડિયો બનાવ્યો હતો, જે મારા હાવભાવને કારણે વાયરલ થઈ ગયો. તે વીડિયોને લગભગ 20 મિલિયન વ્યૂઝ મળ્યા હતા. ત્યારબાદ TikTok પર મારા ફોલોઅર્સની સંખ્યા 5 મિલિયન થઈ ગઈ હતી.
આ પણ વાંચો- રિતેશ દેશમુખનો માસ્ટરસ્ટ્રોક! રિલીઝ સાથે જ ઈતિહાસ રચશે ફિલ્મ રાજા શિવાજી?