સમય રૈના ગયા વર્ષથી એટલે કે 2025થી સતત ચર્ચામાં રહ્યા છે. તેના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના એક એપિસોડને કારણે એટલો વિવાદ થયો કે આ યુટ્યુબરને રાતોરાત તમામ વીડિયો હટાવવા પડ્યા હતા. સમય રૈના લાંબા સમય સુધી યુટ્યુબ પરથી ગાયબ રહ્યા, પરંતુ તેણે પોતાનો નવો વીડિયો સ્ટિલ અલાઈવ (Still Alive) યુટ્યુબ પર અપલોડ કરીને ફરી ફેન્સમાં હલચલ મચાવી દીધી છે.
સમય રૈના વીડિયો વાયરલ, ફોલોઇંગ ચર્ચા
આ વીડિયોમાં સમયએ એવા લોકો પર પણ નિશાન સાધ્યું છે જેણે લેટેન્ટ વિવાદ દરમિયાન તેની ટીકા કરી હતી. સમય રૈનાના નવા વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર પણ તેના ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે. સમય રૈનાને ઇન્સ્ટાગ્રામ પર 9.3 મિલિયન લોકો ફોલો કરે છે, પરંતુ શું તમે જાણો છો કે સમય પોતે કેટલા લોકોને ફોલો કરે છે? આ સ્ટેન્ડઅપ કોમેડિયન ઇન્સ્ટાગ્રામ પર માત્ર ત્રણ લોકોને જ ફોલો કરે છે અને આ ત્રણ લોકો કોણ છે,ઇન્સ્ટાગ્રામ પર આ ત્રણ લોકોને ફોલો કરે છે સમય રૈના
9.3 મિલિયન ફોલોઅર્સ ધરાવતા સમય રૈના ઇન્સ્ટાગ્રામ પર માત્ર 3 લોકોને ફોલો કરે છે, જેમાંના એક 'કોન્ટ્રોવર્સી ક્વીન' રાખી સાવંત છે. તેના સિવાય તે દીપક કલાલને પણ ફોલો કરે છે. રાખી અને દીપક કલાલ બંને સોશિયલ મીડિયા પર પોતાની અતરંગી હરકતો અને અંદાજ માટે જાણીતા છે. જ્યારે સમયની ફોલોઈંગ લિસ્ટમાં ત્રીજું નામ બલરાજ ઘઈનું છે, જે સમય રૈનાના પાકા મિત્ર છે અને જ્યારે સમય સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બલરાજ જ તેના તેની સાથે ઉભો રહ્યો હતો. આ વાતની પુષ્ટિ ખુદ સમય રૈનાએ પોતાના શોમાં કરી હતી.













