ત્રણ અલગ-અલગ પ્રકારની ફિલ્મો સાથે, જે 2026માં રિલીઝ થવાની છે ભૂષણ કુમાર અને જુનો ચોપરાની પતિ પત્ની ઔર વો 2, કરણ જોહર દ્વારા નિર્મિત ઉડતા તીર અને સૂરજ બડજાત્યાની યહ પ્રેમ મોલ લિયા આયુષ્માન ખુરાના ફરી એકવાર પોતાના સર્જનાત્મક દાયરાને બતાવવા માટે તૈયાર છે, જે તેની ફિલ્મોગ્રાફીની ઓળખ બની ગઈ છે. તેની 2026ની આ શાનદાર લાઇન-અપ મુખ્યધારાના સિનેમામાં વિવિધ પ્રકારની સ્ટોરીઓ શોધવાના તેના સતત પ્રયાસોને દર્શાવે છે, જેણે હિન્દી સિનેમામાં તેને વૈવિધ્યના માસ્ટર તરીકે વધુ મજબૂત બનાવ્યો છે.


સ્ટોરીઓમાં મનોરંજન અને મૌલિકતાનો સમન્વય

આ લાઇન-અપની ખાસ વાત માત્ર અલગ-અલગ જોનર નથી, પરંતુ એકસરખી વિચારસરણી અને અવાજ પણ છે એવી સ્ટોરીઓ જે સહજ, જોડાયેલી અને રોજિંદી લાગણીઓથી પ્રેરિત છે. વર્ષોથી, આયુષ્માન એવું કન્ટેન્ટ પસંદ કરવા માટે જાણીતો છે જે મનોરંજન અને મૌલિકતા વચ્ચે સંતુલન જાળવી રાખે છે, અને આ નવી લાઇન-અપ તે જ દિશાને આગળ ધપાવે છે. પતિ પત્ની ઔર વો 2ની હળવી અને સિચ્યુએશનલ કોમેડીથી લઈને ઉડતા તીરની અનોખી અને અલગ વાર્તા સુધી, અને યહ પ્રેમ મોલ લિયા જેવી પારિવારિક અને સાંસ્કૃતિક લાગણીઓથી જોડાયેલી ફિલ્મ, દરેક ફિલ્મ સ્ટોરી કહેવાનું એક અલગ પાસું અને એક અલગ આયુષ્માન રજૂ કરે છે. આ બધી ફિલ્મો મળીને તેની એકધારી ફિલ્મો ટાળવાની અને વિવિધતાને પોતાની તાકાત બનાવવાની વૃત્તિને ઉજાગર કરે છે.

પસંદગીમાં વિવિધતા પર આયુષ્માનના વિચારો

પોતાની પસંદગીમાં રહેલી વિવિધતા વિશે વાત કરતા આયુષ્માન ખુરાના કહે છે, મેં ક્યારેય મારી કારકિર્દીને એ વિચારીને નથી જોઈ કે મારે કંઈક ખાસ વસ્તુઓ સાબિત કરવી છે અથવા જાણી જોઈને અલગ દેખાવું છે. મારા માટે હંમેશા મારી આંતરસૂઝ (ઈન્સ્ટિંક્ટ) અને એવી સ્ટોરીઓ મહત્વની રહી છે જે એક પ્રેક્ષક તરીકે મને પ્રભાવિત કરે છે. એક જ વર્ષમાં પતિ પત્ની ઔર વો 2, ઉડતા તીર અને યહ પ્રેમ મોલ લિયા જેવી ત્રણ બિલકુલ અલગ ફિલ્મો આવવી રોમાંચક છે, પરંતુ તે એક મોટી જવાબદારી પણ છે. દરેક ફિલ્મ એક અલગ અવકાશમાંથી આવે છે. એક હાસ્ય અને સંબંધો પર આધારિત છે, બીજી વધુ વિચિત્ર (ક્વર્કી) અને અલગ છે, અને ત્રીજી પરંપરા અને પારિવારિક મૂલ્યો સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. એક અભિનેતા તરીકે આ ફેરફાર મને સજાગ રાખે છે અને દર વખતે મારી જાતને નવી રીતે રજૂ કરવા પ્રેરિત કરે છે.

દર્શકો માટે નવું સિનેમા

આયુષ્માને એમ પણ કહ્યું કે આજનો પ્રેક્ષક કંઈક નવું જોવા માંગે છે અને તે જ તેની સૌથી મોટી પ્રેરણા રહી છે. તેણે કહ્યું, હું હંમેશા માનું છું કે આજનો પ્રેક્ષક ખૂબ જ સમજદાર છે. તેઓ તમને વારંવાર એક જ વસ્તુ કરતા જોવા માંગતા નથી. તેઓ આશ્ચર્યચકિત થવા માંગે છે, અને તે જ વસ્તુ છે જેના માટે હું સતત પ્રયત્ન કરું છું. સાથે જ, હું તે સિનેમા પ્રત્યે સાચો રહેવા માંગુ છું જેમાં હું માનું છું એવી સ્ટોરીઓ જે મનોરંજક હોય, પરંતુ કંઈક કહેવા માંગતી હોય.

દર્શકો સાથે સતત જોડાણ જાળવી રાખવાની આશા

તેણે આગળ કહ્યું, જો આ સફરને વૈવિધ્યસભર કહેવામાં આવી રહી છે તો હું તે માટે આભારી છું, પરંતુ મારા માટે આ હંમેશા જિજ્ઞાસુ અને મારી પસંદગીઓ પ્રત્યે પ્રામાણિક રહેવા વિશે રહ્યું છે. આ જ બાબતે મને વર્ષોથી પ્રેક્ષકો સાથે જોડાણ બનાવવામાં મદદ કરી છે, અને હું આશા રાખું છું કે દરેક ફિલ્મ સાથે તેને આગળ પણ ચાલુ રાખીશ.આયુષ્માન ખુરાના બોક્સ ઓફિસ પર પોતાની હિટ રફ્તારને આગળ વધારવા માટે તૈયાર છે અને તેને આશા છે કે તેની તમામ ફિલ્મો પ્રેક્ષકો સાથે જોડાશે.

આ પણ વાંચો-17 ભાષાઓમાં સબટાઈટલ અને 28 દેશોમાં રિલીઝ! 70 વર્ષ પહેલાં દિલીપ કુમારની આ ફિલ્મે સર્જ્યો હતો ગ્લોબલ રેકોર્ડ

  • Follow us on: