મિમોહ ચક્રવર્તીની ફિલ્મ હોન્ટેડ 3Dને પ્રશંસકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ 12 જૂનના રોજ રિલીઝ થઈ છે. આ હોરર ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આની સાથે જ રિલીઝ થયેલી ભારત ભાગ્ય વિધાતા, મેં વાપસ આઉંગા જેવી ફિલ્મો ટકી શકી નથી.
'હોન્ટેડ 3D' નું બોક્સ ઓફિસ કલેક્શન
સેકનિલ્કના અહેવાલ અનુસાર, ફિલ્મે બીજા દિવસે 3.25 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મને 3,770 શો મળ્યા અને ફિલ્મને 15 ટકા ઓક્યુપેન્સી મળી હતી. પહેલા દિવસે ફિલ્મે 2.50 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને પહેલા દિવસે 2,907 શો મળ્યા અને 15.4 ટકા ઓક્યુપેન્સી મળી હતી. ફિલ્મે બે દિવસમાં કુલ 5.75 કરોડનું નેટ કલેક્શન કરી લીધું છે. જ્યારે ફિલ્મે ગ્રોસ 6.78 કરોડની કમાણી કરી છે.
બોક્સ ઓફિસ પર અન્ય ફિલ્મોને પાછળ છોડી આગળ વધી
આ ફિલ્મે ભારત ભાગ્ય વિધાતા અને મેં વાપસ આઉંગાને પાછળ છોડી દીધી છે. મેં વાપસ આઉંગા એ બે દિવસમાં 3 કરોડ અને ભારત ભાગ્ય વિધાતા એ બે દિવસમાં 2.45 કરોડનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન વિક્રમ ભટ્ટ અને મનીષ પી. ચવ્હાણે કર્યું છે. આ ફિલ્મને મહેશ ભટ્ટ, શુભમ ધીમન અને સુહૃતા દાસે લખી છે. ફિલ્મમાં મિમોહ ચક્રવર્તી, ગૌરવ બાજપેયી અને પ્રણીત ભટ્ટ જેવા કલાકારો છે.
આ ફિલ્મોમાં જોવા મળ્યા મિમોહ ચક્રવર્તી
મિમોહ ચક્રવર્તીની વાત કરીએ તો તેઓ દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના દીકરા છે. તેમણે 2008 માં ફિલ્મ જીમીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેઓ 2011 માં હોન્ટેડ 3Dમાં જોવા મળ્યા હતા. તેમણે લૂટ, રોકી, હોલી સ્મોક, તુક્કા ફિટ, અબ મુઝે ઉડના હૈ, મેં મુલાયમ સિંહ યાદવ, પ્રાઇડ, ઓય ભૂતની કે જેવી ફિલ્મો કરી છે. હવે તેઓ Haunted 3D: Echoes of the Pastમાં જોવા મળી રહ્યા છે.
લાંબા સંઘર્ષ બાદ મિમોહને મળી મોટી તક
મિમોહ લાંબા સમયથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે, મિથુન ચક્રવર્તીના દીકરા હોવા છતાં તેમને એ ઓળખ મળી શકી નહોતી. હવે 'હોન્ટેડ 3D' શાનદાર પ્રદર્શન કરી રહી છે. આશા છે કે આ ફિલ્મથી મિમોહનું કરિયર આગળ ધપશે.
આ પણ વાંચો-Surbhi Jyoti : 'અમારી દીકરી આવી ગઈ…', નાગિન ફેમ એક્ટ્રેસ સુરભી જ્યોતિ 38 વર્ષની ઉંમરે બની માતા