બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જે પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતી લે છે. લોકો તેમને મોટા પડદા પર જોવાનું ખૂબ પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે એવી કઈ અભિનેત્રીઓ છે, જે એક ફિલ્મ માટે સૌથી વધુ ફી વસૂલે છે?
પ્રિયંકા ચોપરા
આ યાદીમાં સૌથી પહેલું નામ પ્રિયંકા ચોપરા જોનાસનું છે. પ્રિયંકાએ હિન્દી ફિલ્મોથી લઈને હોલીવુડ સુધી પોતાની મજબૂત ઓળખ બનાવી છે. રિપોર્ટ્સ મુજબ, તે એક ફિલ્મ માટે અંદાજે 18 કરોડથી 30 કરોડ રૂપિયા સુધીની ફી લે છે.
