લેઝર લાઈટનો ઉપયોગ કરતા કાર્યવાહી

આ ઘટના મુંબઈના MMRDA Ground પર 28 માર્ચના યોજાયેલા કોન્સર્ટ દરમિયાન બની હતી. હજારોની સંખ્યામાં હની સિંહના ફેન્સ અહીં ઉમટી પડ્યા હતા. આ દરમિયાન સુરક્ષાનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું હતું.તેમજ  એરપોર્ટ નજીક લેઝર લાઈટનો ગેરકાયદે ઉપયોગ કરાયો હોવાનું સામે આવતા થઈ છે કાર્યવાહી.પોલીસે અગાઉથી જ સ્પષ્ટ સૂચના આપી હતી કે એરપોર્ટ ઝોન નજીક લેઝર લાઈટનો ઉપયોગ ન કરવો, કારણ કે તે વિમાનની ઉડાન અને પાયલોટની દ્રષ્ટિ માટે ખતરનાક બની શકે છે.તેમ છતાં આ સૂચનાની અવગણના કરીને કોન્સર્ટ દરમિયાન લેઝર લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે સુરક્ષા એજન્સીઓમાં ચિંતા ફેલાઈ ગઈ.

આયોજક સામે FIR નોંધાઈ છે

આ મામલે ઇવેન્ટ ઓર્ગેનાઈઝર ‘તમન્નાજ વર્લ્ડવાઈડ એડવર્ટાઈઝમેન્ટ’ના ઈન્દ્રજીત સિંહ સામે પોલીસે FIR નોંધી છે.અધિકારીઓના કહેવા મુજબ આ નિયમોનું ઉલ્લંઘન ખૂબ જ ગંભીર ગણાય છે.કારણ કે તે સીધો એરપોર્ટની સલામતી સાથે સંકળાયેલો છે.માત્ર લેઝર લાઈટ જ નહીં,પરંતુ ભીડ નિયંત્રણમાં પણ ખામી જોવા મળી હતી.પોલીસને આપવામાં આવેલી માહિતી મુજબ લગભગ 12 હજાર લોકો આવવાના હતા,પરંતુ 18 થી 20 હજાર લોકો ત્યાં એકઠા થયા હતા. વધુ ભીડને કારણે પોલીસને સુરક્ષા જાળવવામાં ભારે મુશ્કેલી પડી હતી.

'માય સ્ટોરી ઈન્ડિયા ચેપ્ટર'

આ કોન્સર્ટ Mumbaiના બાંદ્રા વિસ્તારમાં યોજાયો હતો.આ દરમિયાન બ્રાઉન રંગ, બ્લ્યૂ આઈ,ડોપ શોપ જેવા હિટ ગીતો પર ફેન્સ ઝૂમી ઉઠ્યા હતા.જોકે હવે આ મ્યુઝિકલ ઇવેન્ટ કરતાં વધુ તેની વિવાદિત બાબતો ચર્ચામાં છે.દેશના વિવિધ શહેરોમાં હની સિંહ કોન્સર્ટ કરી રહ્યા છે.આ ટૂરનું નામ આપ્યું છે 'માય સ્ટોરી ઈન્ડિયા ચેપ્ટર'. 4 એપ્રિલના પુણે, 11 એપ્રિલે કોટા, 25 એપ્રિલે ઈન્દોર, 9 મેના કોલકાતા. તેમજ 16 મેના બેંગલુરુમાં યોજાશે આ કોન્સર્ટ. પરંતુ મુંબઈની ઘટનાને પગલે હવે આગળના કાર્યક્રમોમાં વધુ કડક સુરક્ષા અને નિયમોનું પાલન કરવું પડશે આયોજકોએ.

આ પણ વાંચો:Americaને ઈરાન સાથે યુદ્ધ ચાલુ રાખવા દબાણ,ખાડી દેશોએ ટ્રમ્પને મોકલ્યો મેસેજ.https://sandesh.com/world/news/america-is-pressured-to-continue-the-war-with-iran-gulf-countries-sent-a-message-to-trump