માહિતી મુજબ આ દેશોએ અમેરિકાને ખાનગી રીતે સંદેશ પાઠવીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાન પર દબાણ વધારવા માંગે છે.સાઉદી અરબ,યુએઈ, કુવૈત અને બહેરીન સહિતના ખાડી દેશોએ આ મેસેજ ડોનાલ્ડ ટ્રમ્પસને પહોંચાડ્યો છએ. યુદ્ધ દરમિયાન ખાડી દેશોની સ્થિતિ શરૂઆતમાં થોડી અનિશ્ચિત રહી હતી,પરંતુ હવે તેઓ વધુ આક્રમક વલણ અપનાવી રહ્યા છે. અમેરિકી અને ઇઝરાયલી અધિકારીઓના જણાવ્યા મુજબ, એક મહિના સુધી ચાલેલા હવાઈ હુમલાઓ છતાં ઈરાનનું શાસન સંપૂર્ણ રીતે નબળું પડ્યું નથી.તેથી આ દેશો આ પરિસ્થિતિને ઐતિહાસિક તક તરીકે જોઈ રહ્યા છે.

ખાડી દેશોનું શું માનવું છે:

જ્યાં સુધી ઈરાનના નેતૃત્વમાં મોટા ફેરફારો નહીં આવે ત્યાં સુધી સૈન્ય કાર્યવાહી બંધ ન થવી જોઈએ.આ પ્રસ્તાવ આ દેશઓએ એવા સમયે મૂકી કે જ્યારે અમેરિકાએ યુદ્ધ વધારવું કે સમાધાન તરફ આગળ વધવું તે નિર્ણય લઈ રહી છે તે સમયે આ માગ કરી છે.અત્યાર સુધી આ સંઘર્ષમાં ત્રણ હજારથી વધુ લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
યુનાઈટેડ અરબ અમીરાત આ મામલે સૌથી કડક વલણ ધરાવતું દેશ બનીને સામે આવ્યું છે. માહિતી મુજબ, યુએઈએ ડોનાલ્ડ ટ્રમ્પને જમીની હુમલાઓ શરૂ કરવા માટે પણ દબાણ કર્યું છે.યુએઈ પર ઈરાન તરફથી 2300થી વધુ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ થઈ ચૂક્યા છે,જેના કારણે તેની સુરક્ષા અને વૈશ્વિક ઈમેજ પર અસર પડી રહી છે.

ઓમાન-કતારનું યુદ્ધ વિરામને સમર્થન

બીજી તરફ ઓમાન અને કતાર જેવા દેશોએ યુદ્ધના વિરામને સમર્થન આપ્યું છે.તેઓ માને છે કે લાંબા ગાળે શાંતિ માટે સંવાદ જ શ્રેષ્ઠ રસ્તો બની શકે છે.આથી ખાડી દેશોમાં પણ આ મુદ્દે મતભેદ જોવા મળી રહ્યા છે.
તો સાઉદી અરબે અમેરિકા સાથેની વાતચીતમાં એવી દલીલ કરી છે કે હાલ યુદ્ધ બંધ કરવાથી કોઈ સકારાત્મક સમજૂતી શક્ય નહીં બને.ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે નિષ્ક્રિય કરવો,તેની મિસાઈલ ક્ષમતાને નષ્ટ કરવી અને તેના પ્રોક્સી જૂથોને મળતું સમર્થન બંધ કરવું તે જ અંતિમ ઉકેલ ગણાવ્યો છે.

આ સમગ્ર પરિસ્થિતિમાં મિડલ ઈસ્ટ ફરી એકવાર વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બની ગયું છે.ખાડી દેશોના આ દબાણથી આવનારા દિવસોમાં અમેરિકા કઈ દિશામાં પગલાં ભરે છે તે વિશ્વ માટે મહત્વપૂર્ણ બનશે.