સલમાનના પારિવારિક મિત્ર કુમુદ રાણે અને તેમના પતિ એકબીજાની ખૂબ જ નજીક હતા. નિકટના મિત્રનું નિધન થતા તેઓ ભાવુક થયા હતા.

હેરસ્ટાઇલિસ્ટનું નિધન

સલમાન કુમુદના મૃત્યુથી ખૂબ જ દુઃખી દેખાયા હતા. કુમુદ રાણેના પતિ પણ સલમાન ખાનના નજીકના મિત્ર છે. તેમનું નામ જગ્ગી રાણે છે. કુમુદ હેરસ્ટાઇલિસ્ટ હતા અને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સલૂન ધરાવતા હતા. કુમુદ કેન્સરથી પીડાતી હતી. હવે તે જીવનની લડાઈ હારી ગઈ છે. સલમાન જ નહીં, પરંતુ અરબાઝ ખાન, સોહેલ ખાન, તેમની માતા સલમા અને હેલન, સોહેલનો પુત્ર નિર્વાન અને અરબાઝ ખાનનો પુત્ર અરહાન પણ તેમના અંતિમ દર્શન કરવા આવ્યા હતા.

નિર્વાન ખાન પણ દેખાયો ભાવુક

નિર્વાન અને અરહાન ભાવુક જોવા મળ્યા હતા અને એકબીજાને સાંત્વના આપી રહ્યા હતા. કુમુદ રાણે સલમાન ખાનના આખા પરિવારની ખૂબ નજીક હતી. તેના નિધનથી સલમાનના આખા પરિવારને આઘાત લાગ્યો છે. 2025 માં, કુમુદ રાણે અને તેના પતિ જગ્ગી રાણેએ સલમાન ખાન સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. કુમુદે ઇન્સ્ટાગ્રામ પર સલમાન સાથેનો એક ફોટો પણ શેર કર્યો હતો.

સલમાન કઇ ફિલ્મોમાં ચમકશે ?

 સલમાન ખાન હાલમાં વામશી પૈદિપલ્લી દ્વારા નિર્દેશિત એક્શન-ડ્રામા ફિલ્મ પર કામ કરી રહ્યા છે. નયનતારા આ ફિલ્મમાં સલમાનની વિરુદ્ધ જોવા મળશે. ફિલ્મનુંશૂટિંગ ચાલી રહ્યું છે, અને આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં આવશે. નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મનું નામ જાહેર કર્યું નથી. સલમાનની "માતૃભૂમિ" પણ આ વર્ષે રિલીઝ થવાની છે. મૂળ 17 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મ મુલતવી રાખવામાં આવી હતી. હજુ સુધી નવી રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ કેમ મહત્વનું છે China માટે North Korea?, Xi Jinpingએ કહ્યું, Kim Jong Un સાથેના અમારા સંબંધો અતૂટ 


  • Follow us on: