સિંગર અને રેપર બાદશાહની એક્સ વાઈફ ઈશા રિખી બિગ બોસ 20માંથી આઉટ થઈ ચૂકી છે. છેલ્લા વીકેન્ડ કા વારમાં ઈશા એલિમિનેટ થઈ ગઈ. ઘરમાં તેણે લગભગ 25 દિવસ વિતાવ્યા અને દરેક સાથે સારી દોસ્તી પણ કરી. જોકે ઈશા બાકી કન્ટેસ્ટન્ટ્સની જેમ શોની હાઈલાઈટ ન બની શકી. પરંતુ ઈશાએ શોમાં પોતાની રિયલ પર્સનાલિટી બતાવી જેના વખાણ સલમાન ખાને પણ કર્યા હતા. હવે શોમાંથી આઉટ થયાના 3 દિવસ પછી ઈશાએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે પોતાની બિગ બોસની જર્ની યાદ કરી છે.

ઈશાએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

આ પોસ્ટમાં ઈશાએ જણાવ્યું કે સલમાન ખાનના શોમાં તેની સફર ખૂબ ઈમોશનલ રહી અને આ દરમિયાન તે ઘણી વખત રડી પણ ખરી. ઈશાએ શો દરમિયાન તેને સપોર્ટ કરનારા તમામ લોકોનો આભાર માન્યો છે. જોકે આ પોસ્ટમાં એક્ટ્રેસે માફી પણ માંગી છે. આવો જાણીએ ઈશાએ કોની પાસે અને શા માટે સોરી કહ્યું છે.
https://www.instagram.com/p/Dd4o2CnxGgW/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

ઈશાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમાં તેણે લખ્યું, પાછા આવ્યા પછી મને સમજાયું કે તમારો પ્રેમ અને સપોર્ટ મારા માટે કેટલો મહત્વનો છે. એ દરેક વ્યક્તિનો આભાર જે મારી સાથે ઊભી રહી, જેણે મારા પર વિશ્વાસ રાખ્યો, મને ચિયર કર્યું અને એ લોકોનો પણ જેમણે મને સપોર્ટ ન કર્યો. હું દરેક અભિપ્રાય, દરેક મેસેજ અને એ દરેક વ્યક્તિની આભારી છું જે કોઈને કોઈ રીતે આ સફરનો હિસ્સો રહ્યા.

ફેન્સ પાસે માગી માફી

ઈશાએ આગળ જણાવ્યું કે બિગ બોસ 20માં તેની સફર ઈમોશનલ બ્રેકડાઉનથી ભરેલી રહી. એવી ઘણી ક્ષણો આવી જ્યારે તેને પોતાની વાત ખુલીને રજૂ કરવામાં મુશ્કેલી પડી અને કદાચ તે પોતાની જાતને એ રીતે લોકો સામે રજૂ ન કરી શકી જેવું તે ઈચ્છતી હતી. બાદશાહની એક્સ વાઈફે એ પણ સ્વીકાર્યું કે શોમાં તેની જર્નીથી તેના ફેન્સ નિરાશ થયા હશે. તેણે કહ્યું, જો એવું થયું હોય તો હું દિલથી માફી માંગુ છું. હું હજુ પણ આ આખા અનુભવને સમજી રહી છું, પોતાની જાતને વધુ સારી રીતે ઓળખવાનો પ્રયાસ કરી રહી છું અને આ આખી સફરને એક બોધપાઠ તરીકે લઈ રહી છું.

આ પણ વાંચો-Disaster Movie : 20 દિવસમાં જ થિયેટર્સમાંથી ઉતરી ગઈ સાઉથની આ મોટી ફિલ્મ! બોક્સ ઓફિસ પર 76 ટકાનું તોતિંગ નુકસાન!