સરદાર 2 જ્યારે રિલીઝ થઈ ત્યારે ફિલ્મને લઈને ઘણો બઝ હતો. પરંતુ ફિલ્મ ફેન્સની અપેક્ષાઓ પર ખરી ન ઉતરી શકી. ફિલ્મને ખરાબ રિવ્યુ મળ્યા અને ફિલ્મે મંદાદી સાથેના ક્લેશનું નુકસાન પણ ભોગવવું પડ્યું. મંદાદીને સારા રિવ્યુ મળ્યા અને ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી.
નેગેટિવ રિવ્યુથી કમાણીમાં મોટો ઘટાડો
કોઈમોઈના જણાવ્યા મુજબ, ફિલ્મે 4.5 કરોડનું ઓપનિંગ કર્યું હતું. નેગેટિવ રિવ્યુના કારણે બીજા જ દિવસે ફિલ્મનું કલેક્શન ઘટી ગયું. ફિલ્મે કુલ 16.3 કરોડનું નેટ કલેક્શન કર્યું અને 19.23 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું. ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મે 4.85 કરોડ કમાયા અને દુનિયાભરમાં ફિલ્મે 24.08 કરોડનો બિઝનેસ કર્યો. ફિલ્મ 10 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી.
ફિલ્મને કેટલું નુકસાન થયું?
રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ 70 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મ માત્ર 23.29 ટકા જેટલું જ બજેટ રિકવર કરી શકી. ફિલ્મને 53.7 કરોડ એટલે કે 76.71 ટકાનું નુકસાન થયું. ફિલ્મ ફ્લોપ રહી. આ ફિલ્મ સ્પાય એક્શન થ્રિલર હતી. ફિલ્મનું ડિરેક્શન પી.એસ. મિથુને કર્યું હતું. પ્રિન્સ પિક્ચર્સ અને IVY એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ એસ. લક્ષ્મણ કુમાર અને ઈશાન સક્સેનાએ તેને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં કાર્થી ઉપરાંત એસ.જે. સૂર્યા, માલવિકા મોહનન, આશિકા રંગનાથ, રજીષા વિજયન અને નાસર જેવા કલાકારો જોવા મળ્યા હતા.

ફિલ્મનું દિવસ પ્રમાણેનું કલેક્શન
સેકનિલ્કના જણાવ્યા પ્રમાણે, ફિલ્મે પહેલા દિવસે 4.50 કરોડ, બીજા દિવસે 2.45 કરોડ, ત્રીજા દિવસે 2.20 કરોડ, ચોથા દિવસે 2.45 કરોડ, પાંચમા દિવસે 1.50 કરોડ, છઠ્ઠા દિવસે 75 લાખ, સાતમા દિવસે 70 લાખ અને આઠમા દિવસે 50 લાખ કમાયા. ફિલ્મે પહેલા અઠવાડિયે 15.05 કરોડનું કલેક્શન કર્યું. ત્યારપછી ફિલ્મનું કલેક્શન ઘટતું જ ગયું. ફિલ્મે 9મા દિવસે 19 લાખ, 10મા દિવસે 26 લાખ, 11મા દિવસે 34 લાખ, 12મા દિવસે 14 લાખ, 13મા દિવસે 12 લાખ, 14મા દિવસે 12 લાખ અને 15મા દિવસે 5 લાખ કમાયા. બીજા અઠવાડિયે ફિલ્મે 1.22 કરોડની કમાણી કરી. 16મા દિવસે ફિલ્મે 1 લાખ, 17મા દિવસે 1 લાખ, 18મા દિવસે 1 લાખ, 19મા દિવસે કોઈ કમાણી નહીં અને 20મા દિવસે 1 લાખ કમાયા. ફિલ્મને 20 દિવસમાં જ થિયેટરોમાંથી હટાવી દેવામાં આવી.
આ પણ વાંચો-Virender Sehwagના રાઇઝ એન્ડ ફોલ 2માં મારામારી, શહજાદ પૂનાવાલાને ધક્કો મારી જમીન પર પાડ્યો, Video Viral!