રિયાલિટી શો રાઈઝ એન્ડ ફોલ સીઝન 2માં મોટો હોબાળો થઈ ગયો છે. શોના પહેલા જ અઠવાડિયે સિવેત તોમર અને શહઝાદ પૂનાવાલા વચ્ચે ઝઘડો થયો છે. બંને વચ્ચેનો આ વિવાદ સામાન્ય નથી, પરંતુ તેમની વચ્ચે મારામારી સુધી વાત પહોંચી ગઈ. સિવેતે ખૂબ ગુસ્સો બતાવ્યો, જેના કારણે શહઝાદના કપડા ફાટી ગયા અને તે જમીન પર પટકાયો.
સિવેત-શહઝાદ વચ્ચે ફાઈટ
સીઝનના પહેલા અલ્ટીમેટ રૂલર બનવાના મુકામ સુધી પહોંચવા માટે એક અલ્ટીમેટ લંચ રાખવામાં આવ્યું હતું. અલ્ટીમેટ રૂલર તમામ મહત્વના નિર્ણયો લેશે અને પહેલા અઠવાડિયે ફોલથી પણ બચી જશે. તમામ રૂલર્સે કોઈ એક નબળા રૂલરનું નામ આપવાનું હતું. સિવેતે સ્વરા, પ્રિયંકાએ સિવેત અને શહઝાદે પણ સિવેતનું નામ લીધું. શહઝાદે જ્યારે સિવેતનું નામ લીધું ત્યારે તેને ખોટું લાગી ગયું. શહઝાદના જણાવ્યા મુજબ, સિવેતનો ગુસ્સો અને ગાળાગાળી કરવાનો સ્વભાવ તેને પસંદ નથી આવ્યો. આ પેન્ટહાઉસની ભલાઈ માટે યોગ્ય નથી. શહઝાદ આ વાત પર ગુસ્સે થઈ જાય છે.
બંને વચ્ચે જોરદાર બોલાચાલી
બંને વચ્ચે જોરદાર તણાવ ઊભો થાય છે. શહઝાદે સ્વરા સાથે વાત કરવા બાબતે સિવેત પર નિશાન સાધ્યું. તેણે કહ્યું કે તે કરણનો માણસ છે અને તેની દરેક વાત માને છે. તમામ રૂલર્સના નિર્ણય પછી સિવેત અલ્ટીમેટ રૂલર બનવાની રેસમાંથી બહાર થઈ ગયો. ટાસ્ક પૂરો થયા પછી સિવેત અને શહઝાદ વચ્ચે લડાઈ થઈ.
https://www.instagram.com/reel/Dd0lJ8fz9L9/?utm_source=ig_web_copy_link&stkn=MzRlODBiNWFlZA==
હાથાપાઈમાં ફાટી ગયા કપડા
બોલાચાલી વચ્ચે ગુસ્સામાં સિવેત શહઝાદ તરફ ધસી ગયો. તેણે આક્રમક થઈને શહઝાદને ધક્કો માર્યો, જેથી તે નીચે જમીન પર પડી ગયો. સિવેતે શહઝાદનો કુર્તો પકડીને તેને ખેંચ્યો, આ ખેંચતાણમાં શહઝાદના કપડા પણ ફાટી ગયા. શહઝાદે મેકર્સને કહ્યું કે તે આ શોમાં નહીં રહે અને આવી હિંસા સહન નહીં કરે. સિવેતને આક્રમકતા બતાવવાની સજા મળી છે. તેને પેન્ટહાઉસમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો છે. સિવેતના એવિક્શન સામે ઘણા ખેલાડીઓ ઊભા થઈ ગયા. કરણે કહ્યું કે જો સિવેત શોમાંથી બહાર નીકળશે તો શહઝાદને પણ તેને ઉશ્કેરવા બદલ બહાર કરવો જોઈએ. જોવાનું એ રહેશે કે સેહવાગ આ મુદ્દે કેવો રિસ્પોન્સ આપે છે.
આ પણ વાંચો-Blockbuster : 10 લાખથી શરૂઆત કરી 400 કરોડને પાર પહોંચી હનુમાન અંશ! તોડ્યા ઓલટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ