બોક્સ ઓફિસ પર જેલર 2નો દબદબો અકબંધ છે અને ફિલ્મ ટૂંક સમયમાં 450 કરોડ રૂપિયાનો આંકડો સ્પર્શવા જઈ રહી છે. રજનીકાંતની એક્ટિંગ અને ફિલ્મની સ્ટોરી દર્શકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે 18મા દિવસે બપોરે દોઢ વાગ્યા સુધીમાં 2.67 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન અને 3.15 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન નોંધાવ્યું છે. ફિલ્મને આ સમયગાળા દરમિયાન 3,370 શો મળ્યા હતા.

ભાષાવાર કલેક્શનની વિગતો

તમિલ વર્ઝને 3.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું, જેમાં ફિલ્મને 2,236 શો મળ્યા હતા. હિન્દી વર્ઝને 66 લાખ રૂપિયાની કમાણી કરી, જેમાં 1,926 શો મળ્યા હતા. તેલુગુ વર્ઝને 42 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો, જેમાં 915 શો સામેલ હતા. 18મા દિવસના કલેક્શનના અંતિમ આંકડા હજુ સામે આવ્યા નથી, જે રાત્રે સાડા દસ વાગ્યા સુધીમાં જાહેર થશે.

જેલર 2નું ડે-વાઇઝ બોક્સ ઓફિસ કલેક્શન

ફિલ્મે પ્રથમ દિવસે 59.70 કરોડ રૂપિયાની ધમાકેદાર કમાણી કરી હતી. બીજા દિવસે 37.10 કરોડ, ત્રીજા દિવસે 47.25 કરોડ, ચોથા દિવસે 55.85 કરોડ, પાંચમા દિવસે 42.35 કરોડ, છઠ્ઠા દિવસે 46.80 કરોડ, સાતમા દિવસે 28.15 કરોડ અને આઠમા દિવસે 17.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં કુલ 334.35 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો.

Jailer 2 Rajinikanth (1)

ત્યારબાદ નવમા દિવસે 14.50 કરોડ, દસમા દિવસે 24.15 કરોડ, 11મા દિવસે 25.70 કરોડ, 12મા દિવસે 9.45 કરોડ, 13મા દિવસે 8.30 કરોડ, 14મા દિવસે 7.20 કરોડ અને 15મા દિવસે 6.25 કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાયું હતું. આમ, બીજા સપ્તાહમાં ફિલ્મે 95.55 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. 16મા દિવસે ફિલ્મે 5.50 કરોડ અને 17મા દિવસે 9.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

વર્લ્ડવાઇડ કલેક્શન અને સ્ટારકાસ્ટ

વિશ્વભરના કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે ઓવરસીઝ માર્કેટમાંથી 270.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જ્યારે વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન 790.85 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. કલાનિધિ મારન નિર્મિત આ કોમેડી-એક્શન ફિલ્મનું નિર્દેશન નેલ્સન દિલીપકુમારે કર્યું છે અને તેનો રનટાઇમ 3 કલાક 10 મિનિટનો છે. ફિલ્મમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે વિદ્યા બાલન, મિર્ના મેનન, મોહનલાલ, શિવા રાજકુમાર, વિનાયકન, યોગી બાબુ અને રમ્યા કૃષ્ણન પણ મહત્વના પાત્રોમાં જોવા મળે છે.

આ પણ વાંચો-Filmmaker Sanjay Gupta : પંચતત્વમાં વિલીન થયા ફિલ્મમેકર સંજય ગુપ્તા, બોલીવુડ સિતારાઓએ આપી શ્રદ્ધાંજલિ